Not Set/ દુનિયાના સૌથી ઊંચા શિખર ‘માઉન્ટ એવરેસ્ટ’ પર નોધાયો કોરોનાનો કેસ

  કોરોના ચેપનો પ્રકોપ એવરેસ્ટની ટોચ પર પણ પહોંચી ગયો છે, જે વિશ્વનું સૌથી ઉંચું સ્થાન છે. અહીં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં રહેતા એક નોર્વેજીયન આરોહીને ચેપ લાગ્યો છે.

Top Stories
priyanka gandhi 17 દુનિયાના સૌથી ઊંચા શિખર 'માઉન્ટ એવરેસ્ટ' પર નોધાયો કોરોનાનો કેસ

કોરોના વાયરસથી આખી દુનિયા હચમચી ઉઠી છે. અત્યાર સુધીમાં, કોરોના વાઈરસ કરોડો લોકોનો કોળીયો કરીચુક્યો છે.  પરંતુ, તેના સંક્રમણથી વિશ્વની સૌથી ઉંચી ચોટી એટલે કે માઉન્ટ એવરેસ્ટ પણ હવે અછૂતી નથી.  કોરોના ચેપનો પ્રકોપ એવરેસ્ટની ટોચ પર પણ પહોંચી ગયો છે, જે વિશ્વનું સૌથી ઉંચું સ્થાન છે. અહીં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં રહેતા એક નોર્વેજીયન આરોહીને ચેપ લાગ્યો છે. તેમને હેલિકોપ્ટર દ્વારા કાઠમંડુની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પર્વતારોહી એર્લંડ નેસ્ટે શુક્રવારે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે 15 એપ્રિલના રોજ તેમને ચેપ લાગ્યો હતો. તે પછી, હાલમાં નેપાળમાં એક સ્થાનિક પરિવાર સાથે રહે છે.

અનુભવી ગાઈડે ઓસ્ટ્રિયન લુકાસ ફર્નાબેશે ચેતવણી આપી હતી કે જો બધાની તપાસ જરૂરી છે. આ તબ્બકે જો યોગ્ય તકેદારીના પગલા લેવામાં ન આવે તો બેઝ કેમ્પમાં હાજર હજારો પર્વતારોહી, સહાયકો અને ગાઈડ વગેરેમાં પણ કોરોનાનું સંક્રમણ  ખુબ ઝડપથી  ફેલાઈ શકે છે. તેમણે કહ્યું કે ચેપ ફેલાવાના કારણે પર્વતારોહણનો શ્રેષ્ઠ સમય  તેની સીઝન મે મહિના પહેલા જ સમાપ્ત થઈ શકે છે.

તેમણે કહ્યું, “હાલના સમયમાં આપણે કટોકટીમાં બેઝ કેમ્પમાં મોટા પાયે કોરોનાની તપાસ કરવી જોઈએ, દરેકની તપાસ થવી જોઈએ, બધી ટીમોને અલગ રાખવી જોઈએ, તેમની વચ્ચે કોઈ સંપર્ક હોવો જોઈએ નહીં.” ‘ અને આમ હોવું અત્યારે ખુબ જરૂરી છે.  નહીં તો મોડું થઈ જશે. ‘