નકલી ડોક્ટર/ નકલી ડૉકટરે હોટલમાં ખોલ્યું કોવિડ સેન્ટર

નકલી ડૉકટરે કોવિડ સેન્ટર ખોલ્યું

Gujarat
bogasdocter નકલી ડૉકટરે હોટલમાં ખોલ્યું કોવિડ સેન્ટર

રાજ્યમાં કોરોનાની ભયાવહ હાલત છે કોરોનાના લીધે લોકો મરી રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારીમાં પણ ગઠીયાઓ કોરોનાના દર્દીઓને છેતરી રહ્યા છે. ઇન્જેકશનના કાળા બજાર કરે છે.વૈશ્વિક મહામારીમાં પણ માનવતા નેવે મૂકીને લોકો છેતરપિડી કરવાં લાગ્યા છે. રાજકોટમાં કુવાડવા રોડ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે ધ ગ્રેટ ભગવતી એન્ડ રેસેટોરેન્ટમાં કોઇપણ પ્રકારની તંત્રની મંજૂરી વગર નકલી ડૉકટરે કોવિડ કેર સેન્ટર ખોલ્યું હતું અને દર્દીઓના જીવને જોખમમાં મૂક્યા હતા.આ અંગેની બાતમી મળતા પોલીસે નકલી ડોકટર અને પિતા સામે ગુનો નેંધી તપાસ હાથ ધરી છે.

કોરોનાના સંક્રમણનો ફાયદો નકલી ડૉકટર પિતા પુત્ર લોકોને ઠગી રહ્યા હતા. પોલીસને બાતમી મળતા રાજકોટના કુવાડવા રોડ,રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ભગવતી હોટલમાં નકલી ડોકટર બનીને પિતા પુત્ર કોરોનાના દર્દીની સારવાર કરે છે.ઘટના સ્થળ પર પહોચીને પોલીસે દરોડો પાડ્યો હતો. હેમંતભાઇ રાજાણી અને તેનો પુત્ર શયામ હેમંતભાઇ રાજાણીના તપાસ હાથ ધરી હતી ,પુત્ર ડોકટર બનીને દર્દીઓની સારવાર કરતો હતો. અને તેના પિતા તેની મદદ કરતાં હતા.આ ઉપરાંત હેમત રાજાણીએ સિવિલમાંથી દવા પણ ચોરી  કરી હતી. પોલીસે બન્ને પાસે કોઇ ડૉકટરની ડિગ્રી નથી અને કોવિડ માટે તંત્ર પાસેથી કોઇ મંજૂરી લીધી નથી, આ બન્ને પિતા-પુત્ર એક દિવસનો ચાર્જ 18 હજાર લેતાં હતાં. પોલીસે ગુનો નોંધીને તેમની સામે કાર્યવાહી કરી છે પિતાની ધરપકડ કરવામાં આવી છે પુત્રને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.