ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ રેકોર્ડનું નામ લેવામાં આવશે ત્યારે સૌથી પહેલું નામ સચિન તેંડુલકરનું આવશે. સચિન તેંડુલકરનાં નામે કેટલાક એવા રેકોર્ડ છે જેની નજીક કોઈ ખેલાડી નથી. સાઉથ આફ્રિકા સાથે રમાયેલી ODI સીરીઝમાં સચિનનો એક એવો રેકોર્ડ તૂટવાની નજીક છે, જેની નજીક વિરાટ કોહલી પહોંચી ગયો છે. પાર્લમાં આજે રમાવાની આ મેચમાં વિરાટ કોહલીનાં 9 રન સાથે વધુ એક સિદ્ધિનો ઉમેરો થશે.

આ પણ વાંચો – મનોરંજન / ઈંગ્લેન્ડને એશિઝમાં હરાવી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કરી બિયર પાર્ટી, લોકોએ કરી પોલીસમાં ફરિયાદ
આપને જણાવી દઇએ કે, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપી દીધું છે. હવે વિરાટ ટીમમાં બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. વિરાટ કોહલી હાલમાં દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી રમશે. પાર્લમાં રમાનારી પ્રથમ વન-ડે મેચમાં કોહલીનાં બેટથી જેવા 9 રન નિકળશે કે તે વન-ડે ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. હાલમાં આ સિદ્ધિ ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનાં નામે છે. સચિને 147 મેચમાં કુલ 5,065 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી રમતા વિરાટ કોહલીએ વિદેશી ધરતી પર કુલ 107 મેચમાં 5,057 રન બનાવ્યા છે. આ મામલામાં ત્રીજા નંબર પર પૂર્વ કેપ્ટન એમએસ ધોની છે, જેણે 145 વનડેમાં 4520 રન બનાવ્યા છે.
વિદેશી ધરતી પર ટીમ ઈન્ડિયાનાં ટોપ-5 બેટ્સમેન
સચિન તેંડુલકર – 147 મેચ, 5,065 રન
વિરાટ કોહલી – 107 મેચ, 5,057 રન
એમએસ ધોની – 145 મેચ, 4,520 રન
રાહુલ દ્રવિડ – 117 મેચ, 3,998 રન
સૌરવ ગાંગુલી – 100 મેચ, 3,468 રન

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનનાં યુવા ફાસ્ટ બોલરની બોલિંગ એક્શન શંકાસ્પદ જોવા મળી, ટેસ્ટિંગમાંથી થયુ પડશે પસાર
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન 2017 બાદ પ્રથમ વખત બેટ્સમેન તરીકે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ડિસેમ્બર 2014માં, વિરાટ ટેસ્ટ કેપ્ટન બન્યો, જ્યારે જાન્યુઆરી 2017માં તેણે ODI અને T20 ટીમની કમાન સંભાળી. હવે વિરાટનાં માથેથી કેપ્ટન્સીનો ભારે બોજ હટી ગયો છે, આવી સ્થિતિમાં ચાહકોને આશા છે કે વિરાટનું બેટ હવે ઝડપી રન લઈને આવશે અને સાથે જ 71મી ઈન્ટરનેશનલ સેન્ચુરીની લાંબી ઈંતજારનો પણ અંત આવશે. વિરાટ જ્યારે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમવા આવશે ત્યારે તેની પાસે ઘણા રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે. ગયા વર્ષે T20 વર્લ્ડકપ પહેલા, વિરાટે જાહેરાત કરી હતી કે, T20 કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે, પરંતુ તે ODI અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવાનું ચાલુ રાખશે. દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રોહિત શર્માની ODI કેપ્ટન તરીકે જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં વિરાટ પાસે માત્ર ટેસ્ટ કેપ્ટનશિપ બાકી હતી, દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ 1-2 થી હાર્યા બાદ વિરાટે ક્રિકેટનાં સૌથી લાંબા ફોર્મેટની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી. આવો એક નજર કરીએ વિરાટ ODI સીરીઝ દરમિયાન કયા રેકોર્ડ બનાવી શકે છે.
