પાકિસ્તાનનાં યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈન (Mohammad Hasnain) ની બોલિંગ એક્શન શંકાસ્પદ જોવા મળી છે. 21 વર્ષીય ખેલાડી બિગ બેશ લીગ (BBL)માં સિડની થંડર તરફથી રમી રહ્યો છે. એમ્પાયર્સે તેની બોલિંગ એક્શન સામે વાંધો ઉઠાવ્યો અને તેની જાણ કરી. ત્યારબાદ તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઇએસપીએન ક્રિકઇન્ફોનાં એક અહેવાલમાં જણાવાયું છે કે, સિડની થંડર માટે પાંચ મેચ રમનાર 21 વર્ષીય ખેલાડીને હવે લાહોરમાં આઇસીસી-માન્યતા પ્રાપ્ત બાયોમિકેનિક્સ લેબોરેટરીમાં ટેસ્ટિંગમાંથી પસાર થવુ પડશે.
આ પણ વાંચો – Cricket / ભારતીય ટેસ્ટ ટીમને જલ્દી જ મળશે કેપ્ટન, BCCI ટૂંક સમયમાં કરી શકે છે સત્તાવાર પુષ્ટિ
હસનૈને BBLમાં પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ઈંગ્લેન્ડનાં ઝડપી બોલર શાકિબ મહમૂદની જગ્યાએ રમ્યો હતો અને બ્રિસ્બેન હીટ પર થંડરની 53 રનની જીતમાં 22 રનમાં 4 વિકેટ લીધી હતી. સિડની સિક્સર્સ સામેની તેની છેલ્લી મેચમાં, હસનૈને વિકેટ લીધી ન હોતી, જો કે તેણે (4-0-22-0) બોલિંગ ધારદાર કરી હતી. કારણ કે સિક્સર્સે 60 રનથી મેચ જીતી હતી. હસનૈને પાંચ મેચમાં માત્ર 15.71ની એવરેજથી સાત વિકેટ ઝડપી હતી. આ ઝડપી બોલરનું ઑસ્ટ્રેલિયામાં 19 જાન્યુઆરીએ તેની એક્શન માટે ટેસ્ટિંગ થવાનું હતું, પરંતુ તે તેના કાર્યકાળનાં અંતે પાકિસ્તાન પરત ફરવાનો હતો, અને લાહોરમાં ICC માન્યતા પ્રાપ્ત ટેસ્ટિંગ કેન્દ્ર પણ છે. તેથી નક્કી થયું કે તે પાકિસ્તાનમાં જ તેનુ ટેસ્ટિંગ કરાવાશે.
આ પણ વાંચો – મનોરંજન / ઈંગ્લેન્ડને એશિઝમાં હરાવી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કરી બિયર પાર્ટી, લોકોએ કરી પોલીસમાં ફરિયાદ
21 વર્ષીય ફાસ્ટ બોલરે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 8 ODI અને 18 T20 ઈન્ટરનેશનલ રમી છે, જ્યારે તે હજુ તેના ટેસ્ટ ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે.
