Not Set/ ICC World Cup PAK vs SL : પાક-શ્રીલંકા મેચ વરસાદનાં કારણે અટવાઇ, 20-20 મેચ રમાય તેવી સંભાવનાઓ

વિશ્વકપમાં આજે પાકિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે મેચમાં વરસાદે ખલેલ પહોચાડ્યો છે. તાજા જાણકારી મુજબ વરસાદનાં કારણે મેચમાં હજુ થોડો સમય લાગી શકે છે. બ્રિસ્ટલમાં આકાશ કાળા વાદળોથી ઘેરાઇ ગયુ છે, જેના કારણે હજુ સુધી ટોસ પણ કરવામાં આવ્યો નથી. આપને જણાવી દઇએ કે, બંન્ને ટીમો આ વિશ્વકપમાં એક-એક વખત મેચ જીતવામાં સફળ રહી છે. Unfortunately […]

Top Stories Sports

વિશ્વકપમાં આજે પાકિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે મેચમાં વરસાદે ખલેલ પહોચાડ્યો છે. તાજા જાણકારી મુજબ વરસાદનાં કારણે મેચમાં હજુ થોડો સમય લાગી શકે છે. બ્રિસ્ટલમાં આકાશ કાળા વાદળોથી ઘેરાઇ ગયુ છે, જેના કારણે હજુ સુધી ટોસ પણ કરવામાં આવ્યો નથી. આપને જણાવી દઇએ કે, બંન્ને ટીમો આ વિશ્વકપમાં એક-એક વખત મેચ જીતવામાં સફળ રહી છે.

પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સાત વિકેટે હાર્યા બાદ, પાકિસ્તાનની ટીમે છેલ્લી મેચમાં એક શાનદાર દેખાવમાં ઇંગ્લેન્ડને 14 રનથી હરાવ્યુ હતુ. ઈંગ્લેન્ડ સામેની જીત પહેલા પાકિસ્તાન સતત 11 મેચો હાર્યુ હતું.

શ્રીલંકાની વિરુદ્ધ વિશ્વ કપમાં, પાકિસ્તાને તમામ સાત મેચ પોતાના નામે કરી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ યુવા ઝડપી બોલર હસનને મેદાનમાં ઉતારી શકે છે. બીજી તરફ, શ્રીલંકાએ મંગળવારે વરસાદથી પ્રભાવિત મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યુ હતુ. શ્રીલંકાની આ બીજી મેચ છે કે જેમા તેને વરસાદ નડ્યો છે. વરસાદનાં કારણે મેચમાં હજુ થોડુ મોડુ થઇ શકે છે, ત્યારે મેચ 20-20ની બને તો કોઇ નવાઇ નહી.

કેવો છે પિચનો મિજાજ

મેચ પહેલા બ્રિસ્ટલમાં વરસાદ થયો છે. આ મેચમાં બેટિંગ કરવી સરળ રહેશે. અહીં 17માંથી 7 વાર જ પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે. છેલ્લી બંને મેચમાં રનચેઝ કરનારી ટીમનો વિજેતા બની હતી. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે કુલ 153 વન ડે રમાઈ છે, જેમાંથી પાકિસ્તાને 90 મેચ જીતી છે અને શ્રીલંકાએ 58 મેચ જીતી છે. બંને ટીમો એક-એકવાર વિશ્વ કપ જીતી ચુકી છે. પાકિસ્તાને 1992માં અને શ્રીલંકાએ 1996માં ખિતાબ જીત્યો હતો.

શ્રીલંકા

 લાહિરુ થિરિમાને, દમુથ કરુણારત્ને(કેપ્ટન), કુશલ પરેરા(વિકેટકીપર), કુશલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુજ, ધનંજયા ડી સિલ્વા, થિસારા પરેરા, ઇસુરુ ઉડાના, નુવાન પ્રદિપ, સુરંગા લકમલ, લસિથ મલિંગા.

પાકિસ્તાન ટીમ

ફખર જામન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સરફરાઝ અહમદ(કેપ્ટન), આસિફ અલી, મોહમ્મદ હફીઝ, હસન અલી, મોહમ્મદ આમિર, શાદાબ ખાન, શોએબ મલિક અને વહાબ રિયાઝ.