Not Set/ ફરી વધી આધારથી PANને લિંક કરવાની અંતિમ તારીખ, જાણો ક્યાં સુધીનો મળ્યો સમય

પાન નંબરને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ ફરીએકવાર વધારી દેવામાં આવી છે. હવે તમે 30 જૂન સુધી તેને લિંક કરાવી શકો છો

Top Stories Business

પાન નંબરને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ ફરીએકવાર વધારી દેવામાં આવી છે. હવે તમે 30 જૂન સુધી તેને લિંક કરાવી શકો છો. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. વિભાગે કહ્યું કે  ‘કેન્દ્ર સરકાર COVID-19 સંક્રમણથી ઉત્પન્ન મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આધાર નંબરને પાન સાથે જોડવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2021થી વધારીને 30 જૂન, 2021 સુધી કરે છે’ તો જો હવે તમે કોરોના સંકટ કે કોઇ અન્ય કારણે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવી શક્યા તો તમને રાહત થશે.પહેલા આ તારીખ બુધવાર, 31 માર્ચે રાતે 12 કલાકે સમાપ્ત થઇ રહી હતી.