Narendra Modi/ વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, જાણો શું છે મુદ્દો

વિપક્ષના 9 નેતાઓએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખ્યો છે. તેમણે ED અને CBI જેવી એજન્સીઓના દુરુપયોગની નિંદા કરી છે. વિપક્ષી નેતાઓએ પત્ર દ્વારા આરોપ લગાવ્યો છે કે ભારતીય…

Top Stories India
letter to PM Modi

letter to PM Modi: વિપક્ષના 9 નેતાઓએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખ્યો છે. તેમણે ED અને CBI જેવી એજન્સીઓના દુરુપયોગની નિંદા કરી છે. વિપક્ષી નેતાઓએ પત્ર દ્વારા આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની મોદી સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે, જે ખોટું છે. પત્રમાં તેણે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા પર નિશાન સાધ્યું છે.

વિપક્ષી નેતાઓએ પત્રમાં સીએમ હેમંત બિસ્વા સરમા વિરુદ્ધ પણ લખ્યું છે. તેમનો આરોપ છે કે ભાજપમાં જોડાનાર વિપક્ષી નેતા સામે ધીમી તપાસ થઈ રહી છે. આ સાથે તેમણે દાવો કર્યો છે કે રાજ્યપાલ કાર્યાલય ચૂંટાયેલી લોકતાંત્રિક સરકારોના કામમાં દખલ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વધી રહેલી અણબનાવનું મુખ્ય કારણ રાજ્યપાલ બની રહ્યા છે. AITCના વડા મમતા બેનર્જી, NCP વડા શરદ પવાર, BRS વડા ચંદ્રશેખર રાવ, JKNC વડા ફારુક અબ્દુલ્લા અને ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય તપાસ એજન્સીઓની બગડતી છબી પર ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનએ એજન્સીઓની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બિહારના નાયબ મુખ્યપ્રધાન અને આરજેડીના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે પણ કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓ સામેના દરોડાનો સખત વિરોધ કર્યો છે.

1 64 વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, જાણો શું છે મુદ્દો

આ નેતાઓએ લખ્યા હતા પત્રો

બંગાળના સીએમ અને TMCના વડા મમતા બેનર્જી

દિલ્હીના સીએમ અને AAPના વડા અરવિંદ કેજરીવાલ

પંજાબના સીએમ અને વરિષ્ઠ AAP નેતા ભગવંત માન

બિહારના નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ

એનસીપીના વડા શરદ પવાર

સપા પ્રમુખ અખિલેશ યાદવ

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા

તેલંગાણાના સીએમ અને બીઆરએસ ચીફ કે ચંદ્રશેખર રાવ

આ પણ વાંચો: આર્થિક વૃદ્ધિદર/ ચીનનું 2023 માટે આર્થિક વૃદ્ધિનું લક્ષ્યાંક 5%, જે દાયકાઓમાં સૌથી ઓછું

આ પણ વાંચો: નિર્મલા સીતારમણ/ સરકાર બધુ વેચી રહી હોવાના વિપક્ષના આરોપ સામે નાણાપ્રધાનનો વળતો પ્રહાર

આ પણ વાંચો: Virat Kohli-Shoaib Akhtar/ હું કોહલીની પ્રશંસા શા માટે ન કરુઃ શોએબ અખ્તર