Not Set/ રાજકોટ ASI આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો, જાણો આખરે કોણે મારી “ગોળી”

રાજકોટમાં પોલીસ કર્મી પ્રેમી પંખીડા કોનસ્ટેબલ રવિરાજસિંહ જાડેજા અને ASI ખુશ્બુ કાનાબારનાં ગત 11 તારીકે સરકારી આવાસનાં એક મકાનમાંથી ગોળી વાગેલ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. બનેં લીવ ઇન રીલેશનમાં સાથે રહેતા હોવાની અને રવિરાજસિંહનાં લગ્ન પૂર્વેથી જ થયેલા હોવાની પ્રાથમીક માહિતીનાં આધારે પોલીસ દ્વારા પૂર્વે આત્મહત્યાનો કેસ હોવાની થિયરી પર તપાસ કરવામાં આવી હતી. […]

Top Stories Gujarat Rajkot
847393 raviraj sinh jadeja khushboo kanabar રાજકોટ ASI આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો, જાણો આખરે કોણે મારી "ગોળી"

રાજકોટમાં પોલીસ કર્મી પ્રેમી પંખીડા કોનસ્ટેબલ રવિરાજસિંહ જાડેજા અને ASI ખુશ્બુ કાનાબારનાં ગત 11 તારીકે સરકારી આવાસનાં એક મકાનમાંથી ગોળી વાગેલ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. બનેં લીવ ઇન રીલેશનમાં સાથે રહેતા હોવાની અને રવિરાજસિંહનાં લગ્ન પૂર્વેથી જ થયેલા હોવાની પ્રાથમીક માહિતીનાં આધારે પોલીસ દ્વારા પૂર્વે આત્મહત્યાનો કેસ હોવાની થિયરી પર તપાસ કરવામાં આવી હતી. બનેં પોલીસ કર્મી હોવાથી પોલીસ માટે આ કેસ અત્યંત સંવેદનશીલ હોવો સ્વાભાવીક હતો અને બનેંનાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતા અનેક ચોકાવનારા ખુલાસા પણ સામે આવ્યા હતા.

ihsd 4 રાજકોટ ASI આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો, જાણો આખરે કોણે મારી "ગોળી"

પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિફ્તતાથી તપાસ આગળ વધારવામાં આવી હતી અને તપાસમાં ફોરેન્સીક ટીમ દ્વારા ધટનાનાં મૂળ સુધી પહોંચલા ચોકોવનારો ખુલાસો સામે આવ્યો છે. ફોરેન્સીક નિષ્ણાતોનાં રિપોર્ટ મુજબ ASI ખુશ્બુ કાનાબાર દ્વારા કોનસ્ટેબલ રવિરાજસિંહને પહેલા ગોળી મારવામા આવી છે અને પછી ખુશ્બુએ પોતાની જાતને ગોળી મારી આત્મ હત્યા કરી હોવાની વિગતો સામે આવી રહી છે.

પોલીસની ફોરેન્સીક ટીમ દ્વારા ઘટના સ્થળનાં બારીક આવલોકન અને ઘટના સમયે થયેલી વારદાનના અનુમાન સાથે, ઘટના બાદ મૃતદેહોની સ્થિતિ અને ગોળા વાગવાની દિશા અને અંતર જેવી અનેક બાબતો પર અભ્યાસ અને સંલગ્ન પૂરાવાનાં આધારે આવી સ્પષ્ટા કરવામા આવી રહી છે કે ગોળી રવિરાજસિંહે નહીં, પરંતુ ખુશ્બુ કાનાબાર દ્વારા ચલાવવામા આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

સમગ્ર ઘટના મામલે પોલીસની પ્રેસ કોન્ફરન્સ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.