Not Set/ અમદાવાદ/ સામાન્ય વરસાદે ખોલી મનપાની પોલ, રોડ બન્યા ખડગ્રસ્ત, તો કઈક ભરાયા પાણી

  હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હાલમાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ જામ્યું છે. જેને લઈ ને ઠેક ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એસ જી હાઇવે પર તો રીતસરના મસમોટા ખાડા  જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદે અમદાવાદ મ્યુ કોર્પોરેશનના પ્રિ મોંસૂન પ્લાનની પોલ ખોલીને મૂકી દીધી છે. સામાન્ય વરસાદમાં પણ ઢીંચણસમા પાણી ભરાયા છે. જે […]

Ahmedabad Gujarat
c0043e46f97e9a7c221b2912c92e8f01 અમદાવાદ/ સામાન્ય વરસાદે ખોલી મનપાની પોલ, રોડ બન્યા ખડગ્રસ્ત, તો કઈક ભરાયા પાણી
c0043e46f97e9a7c221b2912c92e8f01 અમદાવાદ/ સામાન્ય વરસાદે ખોલી મનપાની પોલ, રોડ બન્યા ખડગ્રસ્ત, તો કઈક ભરાયા પાણી 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હાલમાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ જામ્યું છે. જેને લઈ ને ઠેક ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એસ જી હાઇવે પર તો રીતસરના મસમોટા ખાડા  જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદે અમદાવાદ મ્યુ કોર્પોરેશનના પ્રિ મોંસૂન પ્લાનની પોલ ખોલીને મૂકી દીધી છે. સામાન્ય વરસાદમાં પણ ઢીંચણસમા પાણી ભરાયા છે. જે સાબિત કરે છે કે, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીનો દાવો પોકળ સાબિત થયો છે.

સામાન્ય વરસાદે અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એસ જી હાઇવે  ના  રસ્તા ની હાલત બિસ્માર છે.  રોડ માં સામાન્ય વરસાદ માં ખાડા પડી ગયા છે અને રોડ ખાડે ગયા છે. ધોવાઈ ગયા છે.  તેને લઈને શહેરી જનો એ તકલીફ ભોગવાનો વારો આવ્યો છે.   સામાન્ય વરસાદમાં પણ રોડ પર ખાડા પડી જાય છે અને પાણી ભરાયા છે.આમ વરસાદના પાણી ભરવાની સમસ્યા અંગે તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. AMCની પ્રિ-મોન્સૂન કામગીરીનો દાવો પોકળ સાબિત થયો છે. કલાકો બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. પાણી ભરાતા AMCની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

રોડની બિસ્માર હાલતને લઈને લોકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. વાહનને પણ મોટા પાયે નુકશાન થઈ રહ્યું છે તો બીજી બાજુ ખાડામાં વાહન પછડાતા લોકોને પણ શારીરિક પીડા ભોગવવા નો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.