Not Set/ સાંસદો લિબરલ ડેમોક્રેટ્સમાં જોડાતાં, બ્રિટનનાં PM જોહ્ન્સને બહુમતી ગુમાવી

મંગળવારે યોજાનારી નિર્ણાયક બ્રેજીટ મામલે મત મેળવવાની મહત્વપૂર્ણ બેઠક પૂર્વે જ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસ પોતાની સંસદીય બહુમતી ગુમાવી બેઠા છે. સંસદીય બહુમત ગુમાવવાનું કારણ છે કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાંસદ ફિલિપ લી. ફિલિપ લી યુરોપિયન યુનિયન તરફી પાર્ટી લિબરલ ડેમોક્રેટ્સમાં જોડાયા છે. લિબરલ ડેમોક્રેટ્સનાં લિબ ડાયમ્સે એક નિવેદનમાં કહ્યું – “લિબરલ ડેમોક્રેટ્સ એ જાહેરાત કરીને […]

Top Stories World
borish jhonson સાંસદો લિબરલ ડેમોક્રેટ્સમાં જોડાતાં, બ્રિટનનાં PM જોહ્ન્સને બહુમતી ગુમાવી

મંગળવારે યોજાનારી નિર્ણાયક બ્રેજીટ મામલે મત મેળવવાની મહત્વપૂર્ણ બેઠક પૂર્વે જ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસ પોતાની સંસદીય બહુમતી ગુમાવી બેઠા છે. સંસદીય બહુમત ગુમાવવાનું કારણ છે કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાંસદ ફિલિપ લી. ફિલિપ લી યુરોપિયન યુનિયન તરફી પાર્ટી લિબરલ ડેમોક્રેટ્સમાં જોડાયા છે.

લિબરલ ડેમોક્રેટ્સનાં લિબ ડાયમ્સે એક નિવેદનમાં કહ્યું – “લિબરલ ડેમોક્રેટ્સ એ જાહેરાત કરીને ખુશ થયા છે કે બ્રેક્નેલના સાંસદ ફિલિપ લી પાર્ટીમાં જોડાયા છે.”

આ અગાઉ બોરિસ જોહ્ન્સને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં તેઓ બ્રેક્ઝિટને મોડુ કરવા માંગતા નથી. તેમણે ચેતવણી આપી, ‘હું ઇચ્છું છું કે દરેકને તે જાણવું જોઈએ – કોઈ પણ સંજોગોમાં હું બ્રેક્ઝિટમાં મોડું નહીં કરું. અમે 31 ઓક્ટોબરના રોજ વિદાય લઈએ છીએ, પરંતુ તેમાં કિન્તું – પરંતુ નહીં. અમે અમારા વચનો અથવા લોકમત પાછો લેવાનાં કોઈપણ પ્રયાસને સ્વીકારીશું નહીં.’

એવી અટકળો વહેતી કરવામાં આવી હતી કે જો બ્રિટનમાં બ્રેક્ઝિટ મુદ્દે સરકાર સંસદમાં સમર્થન નહીં મેળવી શકે તો વડા પ્રધાન બોરીસ જ્હોનસન મધ્ય-ગાળાની ચૂંટણી યોજવાનું વિચારી શકે છે. તેમણે સોમવારે પ્રધાનોની બેઠકમાં આ સંકેત આપ્યો હતો. જ્હોન્સને દાવો કર્યો હતો કે યુરોપિયન યુનિયન સાથે નવો કરાર સંભવિત છે કારણ કે યુકે ઇયુ છોડવાની તૈયારી કરી રહ્યો છે.

લેબર સાંસદ હિલેરી બેને, આ બિલ વિશે માહિતી આપી છે, જેના દ્વારા 31 ઓક્ટોબરના રોજ બ્રેક્ઝિટ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બેને ટ્વિટર પર કહ્યું છે કે, “આ ખરડાને સાંસદોનું સમર્થન છે જે માને છે કે આ સોદો અર્થતંત્ર માટે સારો નથી  અને આના થી દેશને ભારે નુકસાન થશે.” તે દેશના હિતમાં નથી.

હાલનાં સંજોગો જોતા, વિપક્ષ અને બળવાખોર કન્ઝર્વેટિવ સાંસદો આ અઠવાડિયે બિલ પર પોતાનો ટેકો લંબાવી શકે છે. કાયદો બોરિસ જોહ્ન્સનને બ્રેક્ઝિટની પ્રક્રિયામાં વિલંબ કરવા દબાણ કરશે અને તારીખ 31 ઓક્ટોબરથી જાન્યુઆરી 2020 સુધી વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.