Not Set/ વડોદરામાં ‘પાણીપુરી’ પર પ્રતિબંધ છે કે નહિ? જાણો શું છે હકીકત

વડોદરા, વડોદરામાં પારદર્શી વહીવટની વાતોને ખોટો સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે વાત કરીએ તો અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ પર ચેંકિગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ 26 જુલાઇના આરોગ્ય વિભાગે પાણીપુરી પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે ચોંકાવનારી વાત તો એ […]

Top Stories Gujarat Vadodara Trending
pic 1 વડોદરામાં ‘પાણીપુરી’ પર પ્રતિબંધ છે કે નહિ? જાણો શું છે હકીકત

વડોદરા,

વડોદરામાં પારદર્શી વહીવટની વાતોને ખોટો સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે વાત કરીએ તો અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ પર ચેંકિગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ 26 જુલાઇના આરોગ્ય વિભાગે પાણીપુરી પર પ્રતિબંધ મુક્યો હતો.

ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે, એક તરફ આરોગ્ય શાખાએ પાણીપુરી પર પ્રતિબંધ મુક્યો છે. તો બીજી બાજુ બે દિવસ બાદ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ ટ્વીટ કરી પ્રતિબંધ ન હોવાનું જણાવ્યું હતુ.

એક જ પાલિકાના બે નિવેદન વચ્ચે નાગરિકો અસમંજસમાં ફસાયા છે. ત્યારે હવે પાણીપુરી પર પ્રતિબંધ છે કે નહિ આ વાત હજુ સ્પષ્ટ્ર થઇ નથી.

આ મામલે 28 જુલાઈ, 2018ના શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્પષ્ટતા કરી કે ભાઈ મને તો આ પ્રકારના પ્રતિબંધ અંગે માહિતી કે સૂચના નથી. ગતરોજ ખાંડ ઉપ્તાદકોના એક અધિવેશનને સંબોધન કર્યા બાદ તેમણે એવું કહયું। આમ કહેતા તેમને સંખ્યાબંધ લોકોની રોજગારી અંગેની પણ ચિંતા વ્યક્ત કરી.