Election Result/ આ બેઠક પર દબંગ નેતાને અપક્ષે હરાવીને ડિપોઝીટ ડૂલ કરી,જાણો

ભાજપ એક બેઠક કે જે બહુચર્ચિત હતી તે જીતી શકી નથી તે બેઠક વડોદરાની ગ્રામ્ય વાઘોડિયાની છે. આ બેઠક પર બાહુબલી નેતા મધુશ્રીવાસ્ત ચૂંટણી લડી રહ્યા હતા

Top Stories Gujarat
7 8 આ બેઠક પર દબંગ નેતાને અપક્ષે હરાવીને ડિપોઝીટ ડૂલ કરી,જાણો

ગુજરાતમાં ભાજપની સૂનામી સામે કોઇ ટકી શક્યું નહી વિરોધ પક્ષતો ધરાશાય થઇ ગયો,ભાજપે મોટા પાયે જીત મેળવી છે. ભાજપ એક બેઠક કે જે બહુચર્ચિત હતી તે જીતી શકી નથી તે બેઠક વડોદરાની ગ્રામ્ય વાઘોડિયાની છે. આ બેઠક પર બાહુબલી નેતા મધુશ્રીવાસ્ત ચૂંટણી લડી રહ્યા હતા અનેપડકાર ફેંક્યો હતો તે છંતા પણ તે હારી ગયા છે. આ વાઘોડિયા બેઠક પર ભાજપના અશ્વિન પટેલ, કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડ અને આપના ગૌતમ સોલંકી વચ્ચે ખરાખરીનો જંગ હતો. જો કે આ બેઠક પર અપક્ષ ઉમેદવારનો દબદબો જોવા મળ્યો. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 14 હજાર મતથી જીત્યા છે. આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ હતું પરંતુ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપના મત કપાયા હતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બાજી મારી હતી.

વાઘોડિયમાં અપક્ષ તરીકે ધર્મેન્દ્ર સિંહ વાઘેલા જીતી આવ્યા છે,ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા મૂળ ભાજપના નેતા જ હતા. પરંતુ પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ તેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે વાઘોડિયા બેઠક પરથી લડ્યા હતા અને પરંતુ જે તે સમયે હાલના ભાજપના બળવાખોર અને પહેલા ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે અંદાજિત 10 હજાર મતથી હાર્યા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી વિજેતા જાહેર થયેલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા માલેતુજાર છે અને તેમને બાપુના ઉલામણા નામથી લોકો જાણે છે. જે શહેર અને જિલ્લામાં અનેક પેટ્રોલ પંપના માલિક પણ છે

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં હાર્યા બાદ ફરી 2022ની ચૂંટણીમાં વધુ એકવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રેશર કૂકરના નિશાન પર વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી ઝંપલાવ્યું હતું અને 6 ટર્મથી જીતતા અને વિવાદિત નિવેદનો કરી ચર્ચામાં રહેતા તેમજ ભાજપે ટિકિટ ન આપતા છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવનાર મધુ શ્રીવાસ્તવને પણ કારમી હાર આપી હતી.

ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલના હરાવવા પાછળ મોટું ફેક્ટર મધુ શ્રીવાસ્તવ પણ રહ્યા છે તો બીજી તરફ પોતાની જીતના મોટા દાવા કરી હરીફ ઉમેદવાર પર વિવાદિત નિવેદનો કરનાર દબંગ મધુ શ્રીવાસ્તવની પણ કારમી હાર થઇ છે. તેમને એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે, મારા હરીફો તેમની ડિપોઝિટ બચાવી લે, પણ હાલ એ નોબત આવી છે કે ખુદ મધુ શ્રીવાસ્તવની ડિપોઝિટ ગૂલ થઇ ગઈ છે.