Saudi Arabia News/ પવિત્ર સ્થળ મક્કામાંથી મળી આવ્યું સોનું! જાણો કંપનીએ શું કહ્યું…

પેટ્રોલિયમ ઉત્પાદન કરતા ખાડી દેશોમાંનો એક દેશ સાઉદી અરેબિયાના મક્કામાંથી સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો છે.

Top Stories World
YouTube Thumbnail 62 પવિત્ર સ્થળ મક્કામાંથી મળી આવ્યું સોનું! જાણો કંપનીએ શું કહ્યું...

Riyadh:  પેટ્રોલિયમ ઉત્પાદન કરતા ખાડી દેશોમાંનો એક દેશ સાઉદી અરેબિયાના મક્કામાંથી સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. સાઉદી આરબની ખનિજ કંપની મૈડેનએ આ બાબતની જાણકારી આપી છે. અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, મક્કા ક્ષેત્રના અલ ખુરમા ગર્વનરેટમાં હાજર મંસૂરા મસ્સારા સોનાની ખાણની દક્ષિણમાં 100 કિલોમીટરના અંતરે સોનાનો ભંડાર મળી આવ્યો છે.

મૈડન ખનિજ કંપનીના સીઈઓ રોબર્ટ વિલ્ટ એ વધુ જણાવતા કહ્યું કે, “તેમણે સોના અને ફોસ્ફેટના ઉત્પાદનને બમણું કરવાની યોજના બનાવી છે. આ ક્ષેત્રમાં પહેલા પણ સોનાના ઘણા ભંડાર મળી આવ્યા છે. ખનન જોઈને લાગે છે કે હજુ વધુ ખોદકામની જરૂર છે. 2022માં સોનાની શોધ માટે ખાસ પ્રોજેક્ટ લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ખાણની આસપાસમાં ડ્રિલિંગની કામગીરીને વધુ તેજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ ખનિજ ખોદકામ અર્થવ્યવસ્થા માટે ત્રીજા સ્તંભ બરાબર ગણાશે.”

ઘણી જગ્યાએ ખોદકામ થઈ રહ્યું છે

મંસૂરા મસ્સારા સોનાની ખાણની ઉત્તરમાં 25 કિલોમીટર જબર અલ ગદરા અને બીર અલ તવીલા ક્ષેત્ર સુધી આવરી લઈ ખોદકામ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ લૉન્ચ થયાને સફળતા મળી હોય તેવું દેખાઈ રહ્યું છે. સંભાવના છે કે 125 કિલોમીટરના અંતર સુધી સોનાની ખાણનું ખોદકામ કરી શકાશે. વર્ષ 2023ના અંત સુધી 70 લાખ ઔંસ જેટલું સોનું કાઢવામાં આવ્યું હતું. જેની ઉત્પાદન ક્ષમતા પ્રતિવર્ષ કિંમત 2,50,000 ઔંસ છે.

કયા દેશમાં સોનાનું સૌથી ઉત્પાદન થાય છે?

એન્ટાકર્ટિકા સિવાય વિશ્વના મોટા ભાગના દેશોમાં વધતા-ઓછા અંશે સોનાનું ઉત્પાદન થાય છે. સૌથી વધુ સોનું ચીનમાંથી મળી આવે છે. વર્ષ 2022ના એક રિપોર્ટ મુજબ વિશ્વના કુલ ઉત્પાદનમાં 10 ટકા (સૌથી વધુ) ઉત્પાદન ચીન કરે છે. ચીને 375 ટન સોનાનું ઉત્પાદન કર્યું હતું. તેના પછી અનુક્રમે રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ઘાનામાં ઉત્પાદન થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: