Not Set/ કેટલો સમય પસાર કરવો છે તેનું એલાર્મ મૂકી શકશો ફેસબુકમાં, લોન્ચ કર્યું આ જોરદાર ફીચર

ઘણા લોકોની ફરિયાદ હોય છે સોશ્યલ મીડિયા પાછળ કેટલો બધો સમય પસાર થઇ ગયો તેની કોઈ ગણતરી નથી રહેતી. કલાકોના કલાકો વીતી જાય છે તેમ છતાં યુઝરનું ધ્યાન નથી રહેતું. જો તમને પણ આવી જ ચિંતા થતી હોય તો ફેસબુક દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. ફેસબુક દ્વારા હાલમાં જ એક નવું ટુલ […]

Top Stories Trending Tech & Auto
કેટલો સમય પસાર કરવો છે તેનું એલાર્મ મૂકી શકશો ફેસબુકમાં, લોન્ચ કર્યું આ જોરદાર ફીચર

ઘણા લોકોની ફરિયાદ હોય છે સોશ્યલ મીડિયા પાછળ કેટલો બધો સમય પસાર થઇ ગયો તેની કોઈ ગણતરી નથી રહેતી. કલાકોના કલાકો વીતી જાય છે તેમ છતાં યુઝરનું ધ્યાન નથી રહેતું.

જો તમને પણ આવી જ ચિંતા થતી હોય તો ફેસબુક દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. ફેસબુક દ્વારા હાલમાં જ એક નવું ટુલ ઉમેરવામાં આવ્યું છે. આ ટુલ તમે કેટલા કલાક સોશ્યલ નેટવર્ક તમારા ફોનમાં વાપરી રહ્યા છો તેનું મોનીટરીંગ કરશે.

એટલું જ નહી પરંતુ તમે તમારી મરજી મુજબ સમય પણ નક્કી કરો છો. જો નક્કી કરેલા સમય કરતા વધારે તમે વાપરતા હશો તમને એક એલાર્મ પણ મળશે.

છેલ્લા સાત દિવસોમાં તમે ફેસબુક પર કેટલો સમય પસાર  કર્યો તે આ નવા ટુલની મદદથી તમે ઓળખી શકશો.

આ ટુલને ચાલુ કરવા માટે તમારે સેટિંગ એન્ડ પ્રાઈવેસીમાં જવાનું રહેશે. ત્યારબાદ તેમાં Your Time on Facebook સિલેક્ટ કરવાનું રહેશે.

આ ટુલમાં જઈને તમારે કેટલો સમય ફેસબુક પર પસાર કરવો છે તેનું એલાર્મ પણ મૂકી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે રોજના ૩૦ મિનીટ નક્કી કર્યા હોય તો અહી જઈને ૩૦ મિનીટ સેટ કરો દો. ફેસબુક વાપરતી વખતે કદાચ તમારું ધ્યાન ન રહે તો આ ટુલ તમને યાદ કરવી દેશે.

એટલું જ નહી પણ તમે આ ટુલમાં ગમે ત્યારે સમયની મર્યાદા બદલી શકો છો.

તમને જણાવી દઈએ કે ફેસબુક નું આ જ ફીચર ટૂંક સમયમાં ઇન્સ્તાગ્રામમાં પણ લાગુ પડી જશે.