National/ જેવર એરપોર્ટને એશિયાનું નંબર-1 કેમ કહેવામાં આવે છે, જાણો તેની ખૂબીઓ

કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની યોગી સરકારનો દાવો છે કે તે એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું ચોથું સૌથી મોટું એરપોર્ટ હશે. જે 1,300 હેક્ટરમાં ફેલાયેલું છે.

Top Stories India Trending
જેવર એરપોર્ટ ને એશિયાનું નંબર-1 કેમ કહેવામાં આવે છે, જાણો તેની ખૂબીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા જેવર એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની યોગી સરકારનો દાવો છે કે તે એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું ચોથું સૌથી મોટું એરપોર્ટ હશે. અત્યાર સુધી તો તમને એવું સાંભળવા કે વાંચવા મળતું હશે કે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ હશે, પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તેને એશિયાનું સૌથી મોટું એરપોર્ટ કેમ કહેવામાં આવે છે?

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટઃ સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જેવર એરપોર્ટ 1,300 હેક્ટરમાં ફેલાયેલું હશે. હાલમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારતમાં સૌથી મોટું છે. જેવર એરપોર્ટ દિલ્હી-એનસીઆરમાં બનેલ બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. જેવર એરપોર્ટ દેશનું પહેલું એરપોર્ટ હશે જે મલ્ટી મોડલ કાર્ગો હબ તરીકે બનાવવામાં આવશે. આ ભારતનું પ્રથમ નેટ-ઝીરો એમિશન એરપોર્ટ હશે.

શા માટે તેને એશિયાનું સૌથી મોટું એરપોર્ટ કહેવામાં આવે છે?

જેવર એરપોર્ટ પર શરૂઆતમાં 2 રનવે બનાવવામાં આવશે. પરંતુ તેને વધારીને 6 રનવે કરવામાં આવશે, જે એકસાથે ઓપરેટ થશે. જ્યારે તમામ 6 રનવે તૈયાર થઈ જશે ત્યારે જેવર એરપોર્ટ એટલે કે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. એટલું જ નહીં, જેવર એરપોર્ટ વિશ્વના સૌથી મોટા એરપોર્ટમાંથી એક હશે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 3 રનવે છે.

તમામ સુવિધાઓથી સજ્જ

સરકારનો ટાર્ગેટ છે કે જેવર એરપોર્ટ વર્ષ 2024થી શરૂ કરવામાં આવે એટલે કે 36 મહિના પછી લોકો જેવર એરપોર્ટ પરથી ઉડાન ભરી શકશે. પરંતુ તેના વિસ્તરણ પર કામ ચાલુ રહેશે. આ એરપોર્ટ પર બનાવવામાં આવનાર કાર્ગો ટર્મિનલની ક્ષમતા 20 લાખ મેટ્રિક ટન હશે. તેને વધારીને 80 લાખ મેટ્રિક ટન કરવામાં આવશે. જેવરનું આ એરપોર્ટ એકદમ હાઈટેક હશે. દરેક સુવિધાથી સજ્જ, વિકાસનું સૌથી મોટું મોડલ. અહીં 178 એરક્રાફ્ટ એકસાથે ઊભા રહી શકશે.

2050 સુધીમાં વાર્ષિક 7 કરોડ મુસાફરો મુસાફરી કરશે

જેવર એરપોર્ટના નિર્માણમાં રૂ. 10,050 કરોડનો ખર્ચ થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ એરપોર્ટને કારણે લગભગ 35000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ એરપોર્ટના પ્રથમ તબક્કામાં વાર્ષિક 12 મિલિયન મુસાફરોને સેવા આપવાની ક્ષમતા હશે. જ્યારે 2040-50 વચ્ચે જેવર એરપોર્ટ વાર્ષિક 7 કરોડ મુસાફરોને હેન્ડલ કરશે.

એક અંદાજ મુજબ જેવર એરપોર્ટના નિર્માણથી 1 લાખથી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. જેવર એરપોર્ટની ક્ષમતા વાર્ષિક આશરે 7 કરોડ મુસાફરોની હશે. તેમાં 186 એરપોર્ટ સ્ટેન્ડ હશે. જેવર એરપોર્ટ 51 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હશે. નોઈડા એરપોર્ટ ખુલતાની સાથે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું દબાણ ઓછું થશે.

બનાસકાંઠા / CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ એક કરોડ મોકલી આપજો, નહીં તો.. : સોશિયલ મીડિયા પર CMને મળી ધમકી

ગુજરાતનું ગૌરવ / પ્રવિણ સિન્હા બન્યા ઇન્ટરપોલના ડેલિગેટ, તુર્કીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય