Not Set/ શાહીન બાગમાં ‘કરંટ’ પર પ્રશાંત કિશોરનો અમિત શાહને જવાબ, જોરનો ઝટકો ધીમે જ લાગવો જોઇએ

જનતા દળ યુનાઇટેડનાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત કિશોરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું નામ લીધા વિના તેમના પર તંજ કસ્યો છે. કિશોરે દિલ્હી ચૂંટણીમાં શાહને કરેલા તે ભાષણને લઈને નિશાન સાધ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે ઇવીએમનું બટન એટલું જોરથી દબાવવું કે શાહીન બાગ સુધી કરંટ લાગે. આ અંગે કિશોરે સોમવારે ટ્વિટ કર્યું છે – […]

Top Stories India
AMIT SHAH 2 શાહીન બાગમાં ‘કરંટ’ પર પ્રશાંત કિશોરનો અમિત શાહને જવાબ, જોરનો ઝટકો ધીમે જ લાગવો જોઇએ

જનતા દળ યુનાઇટેડનાં વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત કિશોરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું નામ લીધા વિના તેમના પર તંજ કસ્યો છે. કિશોરે દિલ્હી ચૂંટણીમાં શાહને કરેલા તે ભાષણને લઈને નિશાન સાધ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે ઇવીએમનું બટન એટલું જોરથી દબાવવું કે શાહીન બાગ સુધી કરંટ લાગે. આ અંગે કિશોરે સોમવારે ટ્વિટ કર્યું છે – 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ઇવીએમનું બટન પ્રેમથી જ દબાવો. જોરનો ઝાંટકો ધીમે લાગવો જોઈએ જેથી પરસ્પર ભાઈચારો અને સુમેળ જોખમમાં ન મુકાય.

ભારતીય જનતા પાર્ટીનાં સ્ટાર પ્રચારક અમિત શાહે રવિવારે દિલ્હીનાં બાબરપુરમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, શાહીન બાગમાં નાગરિકત્વ કાયદાનાં વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો હાથ હતો. તેમણે આ વિશે અહીં કહ્યું હતું કે, ઇવીએમનું બટન એટલા ગુસ્સા સાથે દબાવવું કે બટન અહી બાબરપુરમાં દબાય, કરંટ શાહીન બાગની અંદર લાગે. 8 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી હાલમાં જોરશોરથી ચાલી રહી છે. ભાજપનાં નેતાઓ તેમના ભાષણોમાં સતત એનઆરસી, સિટીઝનશીપ એક્ટ, પાકિસ્તાનનો ઉલ્લેખ કરી રહ્યા છે. જેડીયુ અને ભાજપ સહયોગી દળ છે અને દિલ્હીમાં પણ ચૂંટણી સાથે લડી રહ્યા છે તેમ છતા પ્રશાંત કિશોર ભાજપ પર સતત પ્રહાર કરી રહ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીનાં ચૂંટણી વ્યૂહરચનાકાર પણ છે. નાગરિકત્વ કાયદો અને એનઆરસી અંગે કેન્દ્રની નીતિઓની પણ પ્રશાંત ખુલ્લેઆમ ટીકા કરે છે.

દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થઇ શકે તેમ સમજાઇ રહ્યુ છે. 2015 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટો વિજય મેળવ્યો હતો. પાર્ટીએ કુલ 70 બેઠકોમાંથી 67 બેઠકો જીતી હતી. ભાજપને 3 બેઠકો મળી હતી, તો કોંગ્રેસ અને અન્ય પક્ષોનું ખાતું પણ ખોલ્યુ નહોતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.