શ્રીનગર,
જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલ આઉટના ભાગરૂપે સેનાને વધુ એક સફળતા મળી છે. ગુરુવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જો કે સેનાની આ કાર્યવાહી બાદ સ્થાનિક લોકો દ્વારા પથ્થરબાજી કરાઈ રહી છે.
બડગામ જિલ્લાના બુજગૂ એરિજલ ક્ષેત્રમાં ગત રાત્રે સુરક્ષાબળોના જવાનોને ૨-૩ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી, ત્યારે આ બાતમીના આધારે જ સેનાના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ૨ આત્તાન્કીઓને ઠાર કર્યા છે. ઠાર કરાયેલા બંને આતંકીઓ પાકિસ્તાનના નાગરિકો છે.
જો કે સેનાની આ કાર્યવાહી બાદ સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સુરક્ષાબળો તેમજ મીડિયાના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ હુલમાની ખાસ વાત એ છે કે, પથ્થરબાજી કરનારા લોકોમાં ઘણી મહિલાઓ પણ શામેલ છે.
એક દિવસ પહેલા જ મસૂદ અઝહરના ભત્રીજાને કરાયો ઠાર
મહત્વનું છે કે, એક દિવસ પહેલા જ દક્ષિણી કાશ્મીરના પુલવામાંમાં સેનાના જવાનોએ ૨ આતંકીઓને ઠાર કર્યા હતા જેમાં આતંકવાદી સંગઠન જૈસ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ભત્રીજો પણ શામેલ છે.