Not Set/ મોલ-મલ્ટીપ્લેક્સ નહિ વસૂલી શકે પાર્કિંગ ચાર્જ : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કરતા મોલ અને મલ્ટીપ્લેક્સને પાર્કિંગ ચાર્જ નહિ વસૂલવા જણાવ્યું છે.પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સને હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે. આ અગાઉ શહેરના […]

Ahmedabad Top Stories Gujarat
gjd 7 મોલ-મલ્ટીપ્લેક્સ નહિ વસૂલી શકે પાર્કિંગ ચાર્જ : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કરતા મોલ અને મલ્ટીપ્લેક્સને પાર્કિંગ ચાર્જ નહિ વસૂલવા જણાવ્યું છે.પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સને હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

આ અગાઉ શહેરના મોલ અને મલ્ટિપ્લેક્સમાં લેવાતા પાર્કિંગ ચાર્જ સામે કોર્પોરેશન અને પોલીસ તંત્રએ રોક લગાવી નાગરિકો માટે પાર્કિંગ ફ્રી કરાવ્યા હતા. મ્યુનિ.ના આ નિર્ણય સામે અમદાવાદ, વડોદરા અને સુરતના મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકોએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.

સંચાલકોએ રજૂઆત કરી હતી કે પાર્કિંગનો ખર્ચ કાઢવા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવો આવશ્યક છે. પાર્કિંગ એરિયામાં અમે સુવિધાઓ આપીએ છીએ.

ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી.

હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે પ્રથમ કલાક માટે પાર્કિંગને ફ્રી રાખવું પડશે. ત્યાર બાદ જ ચાર્જ વસૂલ કરી શકાશે. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂ. 20 અને ફોર વ્હીલર માટે રૂ. 30 પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.