Not Set/ પી પી સ્વામીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન…

  આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થયા. પી પી સ્વામીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીનાં અગ્નિસંસ્કાર તેમના અનુગામી સ્વામી જિતેન્દ્રપ્રિયદાસજીના હસ્તે કરવામા આવ્યા. આપને જણાવી દઇએ કે, પી પી સ્વામી શ્રીજી રચણ પામ્યાના સમાચારથી હરિભક્તો-સત્સંગીઓમાં શોકનો માહોલ જોવામાં આવી રહ્યો છે. દેશ-વિદેશમાં સ્વામીના અનુયાયી પથરાયેલા છે. દેશ અને દુનિયા સહિત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે લાખો અનુયાયી અને હરીભક્તોની લાગણીને […]

Ahmedabad Gujarat
77e39096fea7f6f80bc5326e75305ce4 પી પી સ્વામીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન...
77e39096fea7f6f80bc5326e75305ce4 પી પી સ્વામીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન... 

આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થયા. પી પી સ્વામીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીનાં અગ્નિસંસ્કાર તેમના અનુગામી સ્વામી જિતેન્દ્રપ્રિયદાસજીના હસ્તે કરવામા આવ્યા. આપને જણાવી દઇએ કે, પી પી સ્વામી શ્રીજી રચણ પામ્યાના સમાચારથી હરિભક્તો-સત્સંગીઓમાં શોકનો માહોલ જોવામાં આવી રહ્યો છે. દેશ-વિદેશમાં સ્વામીના અનુયાયી પથરાયેલા છે. દેશ અને દુનિયા સહિત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે લાખો અનુયાયી અને હરીભક્તોની લાગણીને ધ્યાનમાં રાખી સ્વામીજીનો પાર્થિવ દેહ ઘોડાસર સ્મૃતિ મંદિરમાં લવવામાં આવ્યો હતો અને ઈન્ટરનેટના માધ્યમથી અંતિમ દર્શન કરાવની સુવિધા કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, કાળમુખા કોરોનાનાં કહેરનાં કારણે ઉગતા પ્રભાતે શોકમગ્ન કરતા સમાચાર સામે આવ્યા હતા. જી હા, મણિનગર ગાદી સંસ્થાનનાં આચાર્ય પીપી સ્વામી એટલે કે, આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીનું મોડી રાત્રે દેહાવસાન થયુ હતું. પાછલા 18 દિવસથી સ્વામીજી કોરોનાની સારવાર આર્થે હોસ્પિટલાઇઝ હતા અને ગઇકાલે મોડી રાત્રે તેઓ શ્રીજી ચરણ પામ્યા હતા. સ્વામીજીનાં દેહાવસાનનાં સમાચારથી  મણિનગર ગાદી સંસ્થાન સહિતનાં ધાર્મિક સંસ્થાનો અને હરીભક્તોમાં શોકનુ માજુ ફરી વળ્યું છે. 

આપને જણાવી દઇએ કે, મણિનગર ગાદી સંસ્થાનનાં આચાર્ય પુરષોત્તમ પ્રિયદાસજી સ્વામીને થોડા દિવસ પૂર્વ કોરોના પોઝિટિવ આવતા અને કોરોનાનાં કારણે તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્વામીજીની સારવાર આર્થે મુંબઇથી ખાસ 3 ડોકટરની ટીમ પણ બોલાવવામાં આવી હતી, જેઓ સ્વામીજીનો ઇલાજ કરી રહી હતી.  પાછલા 18 દિવસથી અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલા પી પી સ્વામીની બે વખત પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી. જો કે, સ્વામીની પ્લાઝમાં થેરાપી સફળ નહોતી થઇ તે વિદિત છે. લાંબી સારવાર બાદ જો કે, સ્વામીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવી ગયો હતો. વિદિત જાણકારી પ્રમાણે 75 વર્ષિય પી પી સ્વામીનાં દવાની સાઇડ ઇફેક્ટના કારણે કિડની, ફેફસા ફેલ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews