Not Set/ સુરતમાં ગટરમાં ફટાકડા ફોડવા બાળકોને પડ્યું ભારે, જુઓ આ ભયંકર વીડિયો

સુરતના યોગી ચોક વિસ્તારની તુલશી દર્શન સોસાયટીના ગેટ પાસે બે દિવસ પહેલાં ફટાકડા ફોડવા માટે પાંચ બાળકો એકત્રિત થયા હતા..

Gujarat Surat
ફટાકડા ફોડવા

દિવાળીમાં ફટાકડા ફોડવા દરેકને પસંદ હોય છે. પછી એ નાના બાળકો હોય કે મોટો હોય દરેકને ફટાકડા ફોડવા ગમે છે. પરંતુ દિવાળીમાં ફટાકડા ફોડતા અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવામાં દિવાળીને હવે ત્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બાળકો ફટાકડા ફોડવા બેસ્યા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો :રાજકોટના યાજ્ઞિક રોડ પર દુર્ઘટના, દુકાનની છત ધરાશાયી થતા કેટલાક લોકો ફસાયા

સુરતના યોગી ચોક વિસ્તારની તુલશી દર્શન સોસાયટીના ગેટ પાસે બે દિવસ પહેલાં ફટાકડા ફોડવા માટે પાંચ બાળકો એકત્રિત થયા હતા. સોસાયટીની અંદર બાળકો ટોળું કરીને બેસ્યા હતા. ત્યારબાદ તેમની સોસાયટીની બહારથી પસાર થતી ડ્રેનેજ લાઇનના ઢાંકણ ઉપર તેઓ એકત્રિત થયા હતા. બાળકોએ ફટાકડા ફોડવાનો પ્રયાસ કરતા આગની જ્વાળાઓ નીકળી હતી અને બાળકો દાઝી ગયા હતા. થોડા દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ થયા છે.

સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી. આ ઘટના બાદ આસપાસના રહીશો પણ તરત જ આવી ગયા હતા. જ્યારે બાળકો ડરી ગયા હતા.  હલા આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જાઓ તો ગભરાશો નહીં, આ ઘરેલૂ ઉપાયથી મળશે રાહત

મહત્વનું છે કે, હવે દિવાળી નજીક આવી છે ત્યારે બાળકો ગમે તે રીતે ફટાકડા ફોડતા હોય છે જેમાં ઘણી વાર આગ લાગ્યાની ઘટનાઓ તેમજ દાઝ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ પોતાના બાળકોને સાચવીને રાખવા જોઇએ. બાળકોના જીવને જોખમ ન થાય તે માટેની પૂર્વ તૈયારીઓ કરી લેવી જોઇએ. તેમજ પોતાનું બાળક કઇ રીતે ફટાકડા ફોડે છે તેની પર પણ વાલીઓએ ધ્યાન આપવું જોઇએ. આ સાથે જ કોઇ મોટી દુર્ઘટના ન ઘટે તેની પણ કાળજી રાખવી જોઇએ.

આ પણ વાંચો :કપડવંજ નડિયાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો : મહિલા સાથે સંબંધ બાંધી ધમકી આપનાર વકીલ મુશ્કેલીમાં, કરાઈ ધરપકડ

આ પણ વાંચો :વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રએ કર્યો આપઘાત, બંનેએ ટ્રેન નીચે મૂક્યું પડતું