Weather Update/ ગુજરાતમાં હજુ 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લાઓને વરસે મેઘરાજા

રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
વરસાદની આગાહી

રાજ્યમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન સિસ્ટમ સક્રિય થવાથી આગાહી કરવામાં આવી છે.જણાવીએ કે, મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે.

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસ પછી હવામાન વિભાગ દ્વારા હવામાન સૂકું રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હાલ વરસાદ થઈ રહ્યો છે અને તે પૂર્વ તરફ નીકળી ગયા બાદ વરસાદ ઘટી જશે અને હવામાન ફરી સૂકું થઈ જશે તેવી આગાહી કરાઈ છે.

મંગળવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન ફૂંકાશે. જ્યારે મંગળવારે અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે.

હવામાન વિભાગે મંગળવારે કરેલી આગાહી અનુસાર મંગળવારથી આગામી 24 કલાક ભારે હોવાનું જાણવા મળ્યું છે. ગરમી અને ઉકળાટ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો હતો. 14 જિલ્લામાં નુકસાનીનો વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરના હવામાનમાં પલટો મંગળવારે જોવા મળ્યો હતો. બે વાગ્યા સુધીમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એની અસર થઈ શકે છે. મહાનગરની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ વાતાવરણમાં એક પ્રકારનો પલટો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં 15 થી 30 જૂન ની વચ્ચે ચોમાસુ શરૂ થઈ જશે. તેમજ 22 મી જૂન આસપાસ કાયદેસર ચોમાસાનો ગુજરાતમાં આરંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી તકલીફ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે એવું જણાવાયું છે.

આ પણ વાંચો:ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો:સુરતની સરકારી શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને વેકેશનમાં આપે છે ભગવત ગીતાનું જ્ઞાન

આ પણ વાંચો:બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત

આ પણ વાંચો:બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબાર વિશે મોટું અપડેટ, નહીં યોજાય કાર્યક્રમ