Not Set/ સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો : બાબા રામદેવે આપી તીખી પ્રતિક્રિયા

લોકસભા 2019 પહેલા વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણનો મામલો પુરી રીતે ગરમાયો છે. હિન્દૂ સંગઠનો અને સંતોનું કહેવાનું છે કે, બને તેટલું જલદી એ જગ્યા પર મંદિર નિર્માણ કરવામાં આવે. આ વિષે યોગ ગુરુ બાબા રામદેવે પણ રામ મંદિર નિર્માણને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે, રામ મંદિર નિર્માણ નહિ થાય તો, […]

Top Stories India
1527506986 સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો : બાબા રામદેવે આપી તીખી પ્રતિક્રિયા

લોકસભા 2019 પહેલા વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણનો મામલો પુરી રીતે ગરમાયો છે. હિન્દૂ સંગઠનો અને સંતોનું કહેવાનું છે કે, બને તેટલું જલદી એ જગ્યા પર મંદિર નિર્માણ કરવામાં આવે. આ વિષે યોગ ગુરુ બાબા રામદેવે પણ રામ મંદિર નિર્માણને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે, રામ મંદિર નિર્માણ નહિ થાય તો, સાંપ્રદાયિક માહોલ ખરાબ થશે અને આપસના ભેદભાવ વધશે.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું કે જો રામ મંદિર નહિ બને તો દેશમાં સાંપ્રદાયિક માહોલ ગરમાશે, સાંપ્રદાયિક અને આપસના ભેદભાવ વધશે. એમણે આગળ જણાવ્યું કે, સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો, હમણાં નહિ તો ક્યારે નહિ મુજબ કામ કરવું પડશે.

લોકોની સુરક્ષાને લઈને બાબા રામદેવે ઇકબાલ અંસારીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી હતી. અંસારીએ હિંસા અને આગજનીનો ખતરો દર્શાવ્યો હતો. જણાવી દઈએ કે, અન્સારીનું નિવેદન એવા સમયે આવ્યું હતું જયારે આવતા અઠવાડિયે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આયોધ્યા પહોંચશે.