Not Set/ #AmphanCyclone/ મમતા બેનર્જીએ PM મોદીનાં 1 હજાર કરોડનાં પેકેજનાં એલાન પર કસ્યો તંજ, હજુ અમને નથી કહ્યુ કે…

અમ્ફાન તોફાનથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે રાહત રૂપે, પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી પશ્ચિમ બંગાળ માટે 1000 કરોડનાં પેકેજની જાહેરાત કરી છે. આ અંગે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તંજ કસ્યો છે. તેમણે કહ્યુ કે, વડા પ્રધાને તે સ્પષ્ટ કર્યું નથી કે તે તાત્કાલિક રાહત છે કે પછી આ જ આખા પૂરુ પેકેજ છે. […]

India
16465e66b82bc30d253e84f2739ed06d 1 #AmphanCyclone/ મમતા બેનર્જીએ PM મોદીનાં 1 હજાર કરોડનાં પેકેજનાં એલાન પર કસ્યો તંજ, હજુ અમને નથી કહ્યુ કે...

અમ્ફાન તોફાનથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે રાહત રૂપે, પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી પશ્ચિમ બંગાળ માટે 1000 કરોડનાં પેકેજની જાહેરાત કરી છે. આ અંગે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તંજ કસ્યો છે. તેમણે કહ્યુ કે, વડા પ્રધાને તે સ્પષ્ટ કર્યું નથી કે તે તાત્કાલિક રાહત છે કે પછી આ જ આખા પૂરુ પેકેજ છે. વળી તેમણે એમ પણ કહ્યું છે કે, પશ્ચિમ બંગાળ દ્વારા કેન્દ્રિય યોજનાઓ, સબસિડી અથવા વહેંચાયેલા ટેક્સમાંથી જે નાણાં મળવાના છે તેમાંથી કેટલાક પૈસા હવે તેમને આપવા જોઈએ જેથી લોકોને રાહત મળી શકે.

મમતા બેનર્જીએ કહ્યું કે, વડા પ્રધાને ઇમરજન્સી ફંડ તરીકે રૂ. 1000 કરોડની જાહેરાત કરી છે, પરંતુ તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે તે એડવાન્સ હશે કે પેકેજ. પીએમએ કહ્યું હતું કે, તે પછીથી નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે તે પણ એડવાન્સ પણ હોઈ શકે છે. મારો મુદ્દો એ છે કે તમે જે પણ નિર્ણય લો અમે તમને વિગતો આપીશું.

મમતા બેનર્જીએ કહ્યું કે, અમે લોકોને રાહત આપવાનું કામ શરૂ કર્યું છે કારણ કે અમે મદદ કરવામાં વિલંબ કરી શકતા નથી. મેં વડા પ્રધાનને કહ્યું કે ખાદ્ય સબસિડી, સામાજિક યોજનાઓ અને કેન્દ્રિય યોજનાઓનાં અમારે લગભગ 53,૦૦૦ કરોડ જેટલા કેન્દ્રમાંથી મળવાની છે. કેન્દ્રએ અમને તત્કાળ કેટલાક પૈસા આપવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી અમે સંકટ સમયે લોકો માટે તેનો ઉપયોગ કરી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.