Not Set/ રેપો રેટ ઘટાડવાના રિઝર્વ બેંકનાં નિર્ણયથી બેંકર્સ ખુશ, કહ્યુ- આ પગલાથી સુસ્ત અર્થવ્યવસ્થાને ટેકો મળશે

શુક્રવારે બેંકો સાથે સંકળાયેલા ટોચનાં અધિકારીઓ અને નિષ્ણાતોએ રિઝર્વે બેંકનાં રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે, આ પગલું સુસ્ત અર્થવ્યવસ્થાને ટેકો આપશે. અભૂતપૂર્વ પગલું ભરતાં રિઝર્વ બેંકે શુક્રવારે રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્રિય બેંકે લોનનાં હપ્તા ભરપાઈ કરવા ત્રણ મહિના વધુ રાહત આપી હતી. તે હવે […]

Uncategorized
98be901b46f0762969290f569103f08e રેપો રેટ ઘટાડવાના રિઝર્વ બેંકનાં નિર્ણયથી બેંકર્સ ખુશ, કહ્યુ- આ પગલાથી સુસ્ત અર્થવ્યવસ્થાને ટેકો મળશે

શુક્રવારે બેંકો સાથે સંકળાયેલા ટોચનાં અધિકારીઓ અને નિષ્ણાતોએ રિઝર્વે બેંકનાં રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે, આ પગલું સુસ્ત અર્થવ્યવસ્થાને ટેકો આપશે. અભૂતપૂર્વ પગલું ભરતાં રિઝર્વ બેંકે શુક્રવારે રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો.

કેન્દ્રિય બેંકે લોનનાં હપ્તા ભરપાઈ કરવા ત્રણ મહિના વધુ રાહત આપી હતી. તે હવે વધારીને 31 ઓગસ્ટ 2020 કરવામાં આવી હતી. આ સાથે, આરબીઆઈએ બેંકો માટે કોર્પોરેટરોને તેમની કુલ સંપત્તિનાં ધિરાણની મર્યાદા હાલનાં સ્તરથી 25 ટકાથી વધારીને 30 ટકા કરી દીધી છે. રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ દર હવે ચાર ટકા પર આવી ગયો છે, જે 2000 પછીનો સૌથી નીચો સ્તર છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં અધ્યક્ષ રજનીશ કુમારે કહ્યું, “સરકાર અને આરબીઆઈનો સંપૂર્ણ પ્રયાસ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો છે.” આ સાથે સરકાર અને રિઝર્વ બેંકનો પ્રયાસ તે પડકારોને ઓળખવાનો પણ છે જેના કારણે ઉદ્યોગોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રેપો રેટમાં ઘટાડો, લોનનાં હપ્તાઓની ચુકવણીમાં રાહતની અવધિમાં વધારો અને કોર્પોરેટ લોનની મર્યાદામાં વધારો… આ તમામ પગલાં અર્થતંત્રને જીવંત બનાવવામાં મદદગાર છે. તેમણે કહ્યુ કે, આ દરેક પ્રયત્નો કોરોના મહારમારીથી ઉત્પન્ન પરિસ્થિતિને પહોંચી વળવાની યોગ્ય પ્રતિક્રિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.