Not Set/ તો શું ખરેખર પ્રખ્યાત યુ ટ્યુબર કૈરી મિનાટી Bigg Boss 14 માં જોવા મળશે? જાણો

  રિયાલિટી શો બિગ બોસનો શો સૌથી વધુ ચર્ચામાં બની રહેતો હોય છે. જેનું સંચાલન અભિનેતા સલમાન ખાન કરે છે. દર વર્ષે આ શો હેડલાઇન્સમાં રહે છે, તેના સ્પર્ધકો પણ તેટલા જ હેડલાઇન્સમાં રહે છે. આ શો થોડા દિવસોમાં ડેબ્યૂ થવાનો છે. આ સાથે જ લોકોએ અટકળો પણ શરૂ કરી દીધી છે કે આ વખતે […]

Uncategorized
5436f3ad95af5877263b6e1d40ddb4cd તો શું ખરેખર પ્રખ્યાત યુ ટ્યુબર કૈરી મિનાટી Bigg Boss 14 માં જોવા મળશે? જાણો
 

રિયાલિટી શો બિગ બોસનો શો સૌથી વધુ ચર્ચામાં બની રહેતો હોય છે. જેનું સંચાલન અભિનેતા સલમાન ખાન કરે છે. દર વર્ષે આ શો હેડલાઇન્સમાં રહે છે, તેના સ્પર્ધકો પણ તેટલા જ હેડલાઇન્સમાં રહે છે. આ શો થોડા દિવસોમાં ડેબ્યૂ થવાનો છે. આ સાથે જ લોકોએ અટકળો પણ શરૂ કરી દીધી છે કે આ વખતે શો માં ક્યા કલાકારો દેખાશે.

આ દરમિયાન એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે, સોશિયલ મીડિયા સેંસેશન અને પ્રખ્યાત યુ ટ્યુબર કેરી મિનાટી રિયાલિટી શો બિગ બોસની સીઝન 14 માં દેખાઇ શકે છે. ખુદ કૈરી મિનાટીનો પણ આ વિશે જવાબ આવી ગયો છે. જણાવી દઇએ કે, કૈરી મિનાટી 21 વર્ષનો એક યુવા યુ ટ્યુબર છે અને તેનું અસલી નામ અજય નાગર છે. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફરીદાબાદનો રહેવાસી અજય નાગર પહેલે થી જ મુંબઇમાં હાજર છે અને એક હોટલમાં ક્વોરેન્ટાઇન છે.

આ સાથે, તે ક્વોરેન્ટાઇનનાં 14 દિવસ પછી બિગ બોસની સીઝન 14 માં દેખાશે. આ અંગે કૈરી મિનાટીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘હું બિગ બોસ પર નથી જવાનો. તમે જે વાંચો છો તેનો વિશ્વાસ કરશો નહીં. આપને જણાવી દઈએ કે, બિગ બોસ સીઝન 14 નો પહેલો એપિસોડ 1 ઓક્ટોબરનાં રોજ શૂટ કરવામાં આવશે. આ માટે સલમાન ખાન મુંબઈનાં ફિલ્મ સિટીમાં શૂટિંગ કરશે. શો માં ભાગ લેતા તમામ 14 સ્પર્ધકોને મેડિકલ ટેસ્ટ કરાવવુ ફરજિયાત રહેશે. આ સાથે શો માં જોડાતા પહેલા દરેકે પોતાને આઈસોલેશનમાં રાખવું પણ ફરજિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.