Not Set/ RCB vs DC/ દિલ્હી કેપિટલ્સે વિરાટ સેના સામે મેળવી આસાન જીત, પોઇન્ટ ટેબલમાં મેળવ્યું આ સ્થાન

  ઈન્ડિયન પ્રીમિયર લીગની 19 મી મેચમાં, દિલ્હી કેપિટલ્સએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 59 રનથી હરાવીને અદભૂત વિજય નોંધાવ્યો હતો. આ સાથે, દિલ્હી 8 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને આવી ગયું છે. આ દિલ્હીની 5 મેચોમાં ચોથી જીત છે, જ્યારે આરસીબીને બીજી હારનો સામનો કરવો પડ્યો છે. પોઇન્ટ ટેબલમાં તે ત્રીજા ક્રમે છે. દિલ્હીએ 197 રનનો લક્ષ્યાંક […]

Uncategorized
57b1363751cdf6c453224999cefbef63 RCB vs DC/ દિલ્હી કેપિટલ્સે વિરાટ સેના સામે મેળવી આસાન જીત, પોઇન્ટ ટેબલમાં મેળવ્યું આ સ્થાન
 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19 મી મેચમાં, દિલ્હી કેપિટલ્સએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 59 રનથી હરાવીને અદભૂત વિજય નોંધાવ્યો હતો. આ સાથે, દિલ્હી 8 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને આવી ગયું છે. આ દિલ્હીની 5 મેચોમાં ચોથી જીત છે, જ્યારે આરસીબીને બીજી હારનો સામનો કરવો પડ્યો છે. પોઇન્ટ ટેબલમાં તે ત્રીજા ક્રમે છે. દિલ્હીએ 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ આરસીબી 9 વિકેટ ગુમાવી 137 રન જ બનાવી શકી હતી.

બેંગલુરુ તરફથી ફક્ત કેપ્ટન વિરાટ કોહલી 39 બોલમાં 43 રન બનાવી શક્યો હતો. આ સિવાય કોઈ પણ બેટ્સમેન પોતાની બેટિંગની ધાર બતાવી શક્યો નહતો. ઓપનર દેવદત્ત પડિક્કલ 4, એરોન ફિંચ 13, એબી ડી વિલિયર્સ 9, મોઈન અલી 11, વોશિંગ્ટન સુંદર 17, શિવમ દુબે 11, જ્યારે ઇસુરુ ઉડાનાએ 1 રન બનાવ્યા. દિલ્હી માટે ઝડપી બોલર કાગિસો રબાડાએ શાનદાર પ્રદર્શન આપ્યું હતું, જેણે 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 18 રનમાં 2 વિકેટ લીધી હતી, જ્યારે એનરિચ નોર્ટેજે પણ 2 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ ઝડપી હતી.

આ પહેલા દિલ્હી કેપિટલએ રોયલ્સને 4 વિકેટ ગુમાવી 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. માર્કસ સ્ટોઇનિસે 26 બોલમાં અણનમ 53 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જેમા 6 ચોક્કા અને 2 સિક્સરનો સમાવેશ થાય છે. આ સિવાય ઓપનર પૃથ્વી શો એ 23 બોલમાં 42 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજે 34 રન આપીને 2 વિકેટ લીધી હતી, જ્યારે મોઈન અલી, ઇસુરુ ઉદનાએ 1-1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.