Not Set/ Tiktok સ્ટાર પ્રતિકનું રોડ અકસ્માતમાં મોત, મિત્રો અને સ્ટાર્સે વ્યક્ત કર્યુ દુઃખ

  ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા પ્રભાવક પ્રતિક ખત્રીનું અવસાન થયું છે. તેના મોતનું કારણ કાર અકસ્માત હોવાનું જણાવાયું છે. અહેવાલો મુજબ પ્રતિક ખત્રીએ મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રતિકનાં અવસાન પર તેના મિત્રો અને ટિકિટોકનાં અન્ય સ્ટાર્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આ લોકોએ પ્રતિક સાથે તેમની તસવીર શેર કરીને શોક વ્યક્ત કર્યો […]

Uncategorized
03dfad5abfdbe6e2e7a0370e7fd57dee Tiktok સ્ટાર પ્રતિકનું રોડ અકસ્માતમાં મોત, મિત્રો અને સ્ટાર્સે વ્યક્ત કર્યુ દુઃખ
03dfad5abfdbe6e2e7a0370e7fd57dee Tiktok સ્ટાર પ્રતિકનું રોડ અકસ્માતમાં મોત, મિત્રો અને સ્ટાર્સે વ્યક્ત કર્યુ દુઃખ 

ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા પ્રભાવક પ્રતિક ખત્રીનું અવસાન થયું છે. તેના મોતનું કારણ કાર અકસ્માત હોવાનું જણાવાયું છે. અહેવાલો મુજબ પ્રતિક ખત્રીએ મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રતિકનાં અવસાન પર તેના મિત્રો અને ટિકિટોકનાં અન્ય સ્ટાર્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આ લોકોએ પ્રતિક સાથે તેમની તસવીર શેર કરીને શોક વ્યક્ત કર્યો છે. વળી ટિકટોકનો પ્રખ્યાત સ્ટાર અને કેરી મિનાટીનાં વીડિયોથી ચર્ચામાં રહેલા આમિર સિદ્દીકીએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પ્રતિકનાં મૃત્યુનાં સમાચાર આપ્યા છે.

પ્રતિક ખત્રી વિશે વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો સાથે ચર્ચામાં આવ્યો હતો. તેના વીડિયો ટિકટોક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકદમ વાયરલ થયા છે. વળી તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા બધા ફોલોવર્સ પણ હતા. અહીં તેમના ફોલોવર્સની સંખ્યા 43.2 હજાર છે. પ્રતિકનાં મિત્રો આશિકા ભાટિયા અને ભાવિકા મોટવાનીએ પણ તેમના ઓફિશિયલ એકાઉન્ટમાંથી તેમના મૃત્યુનાં સમાચારની પુષ્ટિ કરી છે. પ્રતીક સાથે પોતાનો ફોટો શેર કરીને બંનેએ શોક વ્યક્ત કર્યો છે. તસવીર પોસ્ટ કરતા આશિકાએ કેપ્શનમાં લખ્યું કે, ‘આ માનવું મુશ્કેલ છે, તમારી આત્માને શાંતિ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.