બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર મુશ્કેલ યોગ પોઝ આપતી તસ્વીર શેર કરી છે. મલાઇકાએ પોતાનો હલાસન કરતો ફોટો શેર કર્યો છે જેને જોઇ તમે પણ પ્રભાવિત થઈ જશો. આ તસવીર શેર કરતા મલાઇકા અરોરાએ લખ્યું, ‘તો અહીં હું ફરી એકવાર તમારા માટે આ કરી રહી છું. તમારામાંથી જે કોઈપણ સોમવારે શું કરવું જોઈએ તે વિચારી રહ્યા છે, તો ચાલો આપણે આપણા મસલ્સને સ્ટ્રેચ કરીએ.
આપને જણાવી દઈએ કે, મલાઇકા થોડા સમય માટે તેની સોમવાર મોટિવેશનલ પોસ્ટ શેર કરતી ન હોતી. આ પોસ્ટમાં, તેણે વધુમાં લખ્યું છે, “હું જાણું છું કે તમે લોકો વિચારતા હશો કે હું ક્યા ગાયબ થઈ ગઇ છું, પરંતુ મને લાગે છે કે આપણે બધાને પોતાના માટે સમયની જરૂર છે.” લોકડાઉનનાં કારણે, આપણે શારીરિક અને માનસિક રીતે એકબીજાની નજીક આવી ગયા છીએ. મને લાગે છે કે આપણામાંથી ઘણા લોકોએ આ નવા નોર્મલ સાથે જીવન જીવવાનું શીખી લીધુ છે.
તેમણે લખ્યું, “તમારામાંથી ઘણા મને પૂછતા હતા કે હું ઘરે શું કરું છું અને હું મારા વર્કઆઉટને કેવી રીતે કરી રહી છું.” મલાઈકાએ પોતાની પોસ્ટ પૂરી કરતાં લખ્યું, “હલાસન તમારી સહાનુભૂતિ તંત્રિકા તંત્રને શાંત કરવા અને તમારા મનમાંથી ઝેર દૂર કરવા અને બહાર કાઠવા માટે જાણીતુ આસન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.