Not Set/ વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રએ કર્યો આપઘાત, બંનેએ ટ્રેન નીચે મૂક્યું પડતું

અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ એક સાથે આપઘાત કરતા ચકચાક મચી ગઇ છે. દિલીપભાઇ પ્લાસ્ટીકની ફેક્ટરીના માલિક હતા.

Gujarat Vadodara
ઉદ્યોગપતિ પિતા-પુત્રએ

વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રએ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. મકરપુરા રેલવે સ્ટેશન નજીક ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને તેમના પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે.આ મૃતક પિતા-પુત્ર અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીના રહેવાસી હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને બંને પિતા-પુત્રએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :કોરોનાના લીધે સોમનાથમાં કાર્તિકી પૂનમનો મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો

ઉદ્યોગપતિ પિતા-પુત્રએ કર્યો આપઘાત

આપને જણાવી દઈએ કે,વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય ‌ફેકટરીના માલિક દિલીપ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેસ દિલીપભાઇ દલાલે મંગળવારના સાંજે 7 વાગ્યે પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. જેઓના રેલવે ફાટક પાસેથી મૃતદેહ મળી આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતા જ PSI બી.એમ. લબાના અને હેડ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉદ્યોગપતિ દિલીપભાઇનો પુત્ર રસેશ અપરિણીત હતો અને માનસિક બીમાર હતો. મંગળવારે સાંજે સાત વાગ્યે મારેઠા રેલવે-ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી બંનેએ આપઘાત કર્યો હતો. ઘરેથી ટિકિટ લેવા જવાનું કહીને નીકળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પિતા-પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પિતા અને પુત્રએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ અકબંધ છે.  પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ આર્થિક ભીંસમાં પિતા-પુત્રએ આ પગલું ભર્યાનું અનુમાન છે.

આ પણ વાંચો :મહિલા સાથે સંબંધ બાંધી ધમકી આપનાર વકીલ મુશ્કેલીમાં, કરાઈ ધરપકડ

પિતા પુત્રએ સામૂહિક આત્મહત્યા કરી લેતા લોકો વિચારમાં મુકાઈ ગયા છે. કારણકે હજુ પણ આ મામલે કોઈ કોઈ માહિતી સામે નથી આવી . એવી માહિતી પણ સામે આવી છે કે પુત્ર માનસિક રીતે બિમાર હતો. સમગ્ર મામલે પિતા પુત્રએ આત્મહત્યા શા માટે કરી તે પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : કપડવંજ નડિયાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો :ભાજપના પ્રદેશ મંત્રી દ્વારા યાત્રાધામ દ્વારકા જગત મંદિરમાં ધજા ચઢાવવામાં આવી તે પણ કેસરી

આ પણ વાંચો : ગોધરાના ભેજાબાજની જાસૂસીના આરોપમાં ધરપકડથી જબરદસ્ત સન્નાટો..!!