Amreli News : અમરેલી જિલ્લામાં વૃધ્ધ દંપતીની હત્યા કરી બે લાખની લૂંટના બનાવને પલે આ વિસ્તારમાં ચકચારમચી ગઈ હતી. ‘તું પાગાનો છોકરો, તું ઉભો રહે, માણસો બોલાવું…’ મુખ્ય આરોપીને વૃદ્ધ દંપતીએ ઓળખી જતાં અંધારી રાતમાં બંનેનું ઢીમ ઢાળી દીધું હતું. અમરેલી જિલ્લાના વડીયાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં 17 જુલાઈ, 2025ની રાતે ચકુભાઈ રાખોલીયા અને તેમની પત્ની કુંવરબેનની હત્યા અને રૂ. 2 લાખની લૂંટના કિસ્સાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. ત્યારે પોલીસે 10 દિવસમાં કેસનો ભેદ ઉકેલ્યો છે. સાથે જ ચાર આરોપીને પકડી પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં અજાણ્યા ઈસમોએ મકાનમાં ઘૂસીને બંને પતિ-પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. આ ઘટનાને પગલે ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.વડીયાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં 17 જુલાઈના રાત્રિના ચકુભાઈ રાખોલીયાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમો ગેરકાયદેસર મકાનમાં પ્રવેશ કરી ચકુભાઈ તથા તેના પત્ની કુંવરબેન બંને ખાટલા પર સુતા હતા. તે દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે કુંવરબેનના માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી ચકુભાઈ ખાટલા પર સુતા હતા, માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ કરી બંનેની હત્યા કરી હતી. રહેણાંક મકાનમાં રૂ.2 લાખની લૂંટ કરી આ ઈસમો નાસી ગયા હતા, જેનો વડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયા સહિત આગેવાનો દોડ્યા હતા, સવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સમજાવટ અને આરોપીઓને પડકવા માટેની ખાત્રી આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા અલગ અલગ 50 જેટલી ટીમો બનાવી, અલગ અલગ પોલીસ અધિકારીઓ દ્વારા હત્યાકાંડ ડિટેક્ટ કરવા માટે કવાયત હાથ ધરી હતી.
આરોપીઓની તપાસ હાથ ઢૂંઢીયાપીપળીયા ગામ તથા સીમ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને ચેક કરવામાં આવ્યા હતા. બનાવના દિવસ દરમિયાન રોડ રસ્તા ઉપરથી પસાર થયા વાહનો ચેક કરવામાં આવ્યા અને રાજ્યના બહાર અવરજવર કરતા વાહનો તથા રાજ્ય બહાર અવરજવર કરતા વાહનો તથા તે વાહનમાં મુસાફરી કરતા ઈસમો અંગે માહિતી મેળવી ચેક કરવામાં આવ્યા હતા. ગામની આજુ બાજુમાં 20.કિમી વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં ચેક કરવામા આવ્યા હતા. સીસીટીવીમાં દેખાતા ઇસમોની પૂછપરછ કરાઈ હતી. મૃતકના આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરાઈ હતી. બનાવ પાછળના કારણો પર તપાસ અંગત બાતમીદારો અને ટેક્નિકલ સોર્સ દ્વારા આરોપીઓની તપાસ દરમિયાન શંકમદ ઈસમોને રાઉન્ડ અપ કરી સધન પૂછપરછ કરતા ગુન્હાની કબૂલાત આપવામાં આવી છે,
જેમાં લૂંટ અને હત્યા કર્યાની કબૂલાત આપતા પોલીસને મોટી સફળતા મળી છે.પકડાયેલા આરોપી રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ ઉર્ફે પાગાભાઈ સોલંકી ઉંમર 25, રે. ઢુંઢીયાપીપળીયા,આશિષ ઉર્ફે બાવ પ્રાગજીભાઈ ઉર્ફે પાગાભાઈ સોલંકી ઉ.22,રે. ઢૂંઢિયાપીપળીયા,અનિલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકી ઉ.25, રે.ઢૂંઢિયાપીપળીયા, મીઠું ઢેબર મુહા ફળિયું જી.જામ્બુઆ મધ્યપ્રદેશ હાલ ઢુંઢીયાપીપળીયા સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસે પૂછપરછ કરતા 17 જુલાઈના રાત્રિના દસેક વાગ્યા આસપાસ રામજી ઉર્ફે બાલો તથા આશિષ ઉર્ફે બાવ તથા મીઠું ઉર્ફે રામસિંગ ત્રણેય ઢૂંઢિયા પીપળીયા ગામે બજારે બેઠા હતા.
તે દરમિયાન એકાદ કલાક પછી અનિલ ઉર્ફે અનકો પણ ત્યાં આવતા ત્યારે રામજી ઉર્ફે બાલોએ ત્રણેય વાત કરેલી પોતાને ચકુભાઈ રાખોલીયા પાસેથી અગાઉની મજૂરીના પૈસા લેવા બાબતે તેની સાથે બોલાચાલી થઈ છે, તેના ઘરે ચોરી કરવાની વાત ત્રણેય ઇસમોને કરતા ચારેય વ્યક્તિએ ચકુભાઈ રાખોલીયાના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યાની પોલીસ તપાસમાં કબૂલાત આપી છે.આરોપીઓ માત્ર ચોરી કરવાના ઇરાદે જ પ્રવેશ્યા હતા, પરંતુ ચકુભાઈ રાખોલીયાના રહેણાંક મકાને પાછળના ભાગે આવેલા દરવાજા પાસેથી દીવાલ કૂદીને ચારેય માણસો મકાનની અંદર પ્રવેશ્યા હતા.
આ મકાનની ઓસરીમાં ચકુભાઈ તથા તેના પત્ની કુંવરબેન અલગ અલગ ખાટલામાં સૂતા હતા. આ મકાનમાં પ્રથમ રૂમનું તાળું તોડતા તેનો અવાજ આવતા ચકુભાઈ જાગી ગયા અને ચકુભાઈ, રામજીભાઈ ઉર્ફે બાલાને ઓળખી ગયા અને ચકુભાઈએ કહ્યું કે તું પાગાનો છોકરો બાલો જ છો, ઉભા રે હું માણસોને બોલાવું તેમ કહેતા રામજી ઉર્ફે બાલાએ તેની પાસેથી કોષ વડે ચકુભાઈને માથાના ભાગે ઘા કરી અનિલ ઉર્ફે અનકાએ ચકુભાઈને પકડી રાખ્યા.
તેમ છતાં ચકુભાઈ ખાટલામાંથી ઉભા થવાનો પ્રયાસ કરતા અનિલ ઉર્ફે અનકાએ રામજી ઉર્ફે બાલા પાસેથી કોષ લઈ આ ચકુભાઈના માથાના ભાગે મારી હતી. આ દરમિયાન બાજુમાં સૂતા કુંવરબેન જાગી જતાં મીઠું ઉર્ફે રામસિંગએ કુંવરબેનને પકડી રાખી આશિષ ઉર્ફે બાવએ અનિલ ઉર્ફે અનકાના હાથમાંથી કોષ લઈ કુંવરબેનના માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને બંનેની હત્યાઓ કરી ખાટલામાં જેમતેમ રહેવા દઈ મકાનમાં રોકડ તથા દાગીનાની તપાસ કરતા મકાનના રસોડામાંથી એક ખોખામાં ભરેલી ઇલેક્ટ્રિક સગડી મળતાં આ ઇલેક્ટ્રિક સગડી તથા લોખંડની લોહી વાળી કોષ લઈ મકાનની દીવાલ કૂદીને ચારેય બહાર નીકળી થોડે દૂર અવાવરું પડતર જગ્યાએ સગડી અને લોખંડની લોહી વળી કોષ ફેંકી દીધી હતી અને ચારેય આરોપી પોત પોતાના ઘરે નીકળી ગયા હોવાની કબૂલાત આપી હતી.
મુખ્ય આરોપી રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ ઉર્ફે પાગાભાઈ સોલંકી સામે વડીયા પોલીસ સ્ટેશનમાં 4 જેટલા પ્રોહિબિશન હેઠળશ ગુન્હાઓ નોંધાયેલા છે. અન્ય આરોપી અનિલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકી સામે ભેંસાણમાં એક ગુન્હો નોંધાયેલો છે અને આશિષ ઉર્ફે બાવ સામે વડીયા પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો નોંધાયેલો છે.
અમરેલી SP સંજય ખરાતના સીધા સુપર હેઠળ DySP ચિરાગ દેસાઈ, એલસીબી પી.આઈ. વિજય કોલાદરા, એસઓજી પી.આઈ. આર. ડી. ચૌધરી, પી.એસ.આઈ. કે. ડી. હડિયા, પીએસઆઈ એમ. ડી. ગોહિલ, પીએસઆઇ રતન,પીએસઆઇ ગાંગણા, પીએસઆઇ એમ.બી.ગોહિલ, પીએસઆઇ એજ.બી.ભટ્ટ, યુવરાજ સિંહ રાઠોડ, હરેશસિંહ પરમાર, ઘનશ્યામ મકવાણા, કાના સાખટ, આદિત્ય બાબરીયા, તુષાર પાચાણી, મનીષ જાની, દશરથસિંહ સરવૈયા, જ્યેન્દ્ર બસિયા, ગોકુળ કળોતરા, મહેશ રાઠોડ, અશોક કળસરિયા, મહેશ મૂંધવા, રમેશ સિસારા, પરેશ દાફડા, ભાવિનગીરી, શિવરાજ વાળા,સહિત પોલીસ કર્મચારીને મોટી સફળતા મળી હતી.
આ પણ વાંચો:ભાવનગરના કરચલિયાપરા હત્યા કેસમાં મુખ્ય આરોપી યુવરાજ પરમાર ઝડપાયો
આ પણ વાંચો:ભાવનગરમાં ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો, મહિલાને મફત ડ્રેસની લાલચમાં રૂ. 17,150નું નુકસાન
આ પણ વાંચો:ભાવનગર પોલીસ બેડમાં ખુશીના સમાચાર, 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન
