સ્વ.મણિરાજ બારોટનું નામકરણ કરાયું
માર્ગ નામ કરણ કરવા મંજૂરી આપવામાં આવી હતી.
માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
માર્ગનુ નામાંકરણ તક્તીનું લોકાપર્ણ કરવામાં આવ્યુ.
મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર
પાટણમાં ટીબીથી શિહોરી ચાર રસ્તાને સ્વર્ગવાસી મણિરાજ બારોટનું નામકરણ કરવામાં આવ્યુ છે. લોક કલ્યાણ સેવા ગ્રૂપ,પાટણની રજુઆતને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ.મણીરાજ બારોટ માર્ગ નામકરણ કરવા મંજૂરી આપવામાં આવી હતી. પાટણ શહેરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
ગુજરાતના સુપ્રસિધ્ધ લોકગાયકો, ગીતકારો નગરપાલિકાના પ્રમુખ અને લોકોની હાજરીમાં માર્ગનુ નામકરણ તક્તીનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું. ગુજરાતના નામાંકિત લોકગાયકો રાજલ બારોટ, કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, વિજય નાયક ગીતકાર મનુભાઈ રબારી, સહિત પાટણના નામાંકિત કલાકારો સ્વ.મણીરાજ બારોટનો પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા….
પાટણમાં ટીબીથી શિહોરી ચાર રસ્તા પર સ્વ.મણિરાજ બારોટનું નામકરણ કરવામાં આવ્યુ છે. લોક કલ્યાણ સેવા ગ્રૂપ,પાટણની રજુઆતને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ.મણીરાજ બારોટ માર્ગ નામ કરણ કરવા મંજૂરી આપવામાં આવી હતી. પાટણ શહેરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.
ગુજરાતના સુપ્રસિધ્ધ લોકગાયકો, ગીતકારો નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત અને શહેરીજનોની હાજરીમાં માર્ગની નામાંકરણ તક્તીનું લોકાપર્ણ કરાયું.
ગુજરાતના નામાંકિત લોકગાયકો રાજલ બારોટ, કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, વિજય નાયક ગીતકાર મનુભાઈ રબારી, સહિત પાટણના નામાંકિત કલાકારો મણીરાજ બારોટનો પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજલ બારોટ, કિંજલ દવે અને જીગ્નેશ કવિરાજ ઘોડે ચડી નીકળતા શહેર જોવા ચડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.