Not Set/ ગાંધીના ગજરાતમાં દારુનો દરિયો ! રોજનો 34.90 લાખની કિંમતનો દારૂ ઝડપાય છે !

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ગુજરાતમાં આમતો દારુબંધી વર્ષોથી અમલી છે. અને દેશમાં ગુજરાત પોતાની દારુબંધીનાં કારણે પ્રખ્યાત પણ છે. દેશનાં અનેક રાજ્યોએ ગુજરાત પાસેથી દારુબંઘી કરવાની શીખ પણ લીધી છે તેવા દાખલા પણ છે. પરંતુ શું ગુજરાતમાં ખરેખર દારુબંધી છે? આ સવાલ થવાનું કારણ પણ છે. અને તે કારણ છે સરકાર દ્રારા આપવામા આવેલા ગુજરાતમાં દારુ […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
Six students arrested for Liquor Party in Gurukul area of Ahmedabad

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ગુજરાતમાં આમતો દારુબંધી વર્ષોથી અમલી છે. અને દેશમાં ગુજરાત પોતાની દારુબંધીનાં કારણે પ્રખ્યાત પણ છે. દેશનાં અનેક રાજ્યોએ ગુજરાત પાસેથી દારુબંઘી કરવાની શીખ પણ લીધી છે તેવા દાખલા પણ છે. પરંતુ શું ગુજરાતમાં ખરેખર દારુબંધી છે? આ સવાલ થવાનું કારણ પણ છે. અને તે કારણ છે સરકાર દ્રારા આપવામા આવેલા ગુજરાતમાં દારુ સંબધી આંકડા.

ગાંધીના ગજરાતમાં દારુનો દરિયો ! રોજનો 34.90 લાખની કિંમતનો દારૂ ઝડપાય છે !

સરકાર દ્રારા વિધાનસભાના સત્રમાં દારુબંધી અને રાજ્યમાં દારુ બાબતનાં આકડા રજૂ કરવામા આવ્યા. આંકડા જોઇને કોઇ પણ ચોંકી ઉઠે તેવા છે ગુજરાતમાં દારુનાં આંકડા. ગુજરાત રાજ્યમાં આ વર્ષે 254 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે. સૌથી વધુ બનાસકાંઠામાં 25.52 કરોડનો દારૂ પકડાયો છે, તેનુ કારણ જોવામા આવે તો બનાસ ગુજરાતનો સરહદી જીલ્લો છે અને શહેરોનાં આંકડા ચકાસવામાં આવે તો સૌથી વધું અમદાવાદમાં 18.72 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે. કારણ સાફ છે મેગા સીટીમાં દારુ પીવાવાળા પણ મેગા છે.

liquor1 ગાંધીના ગજરાતમાં દારુનો દરિયો ! રોજનો 34.90 લાખની કિંમતનો દારૂ ઝડપાય છે !

સરકાર દ્રારા આપવામા આવેલા આંકડા પરથી ગુજરાતમાં રોજનો રૂપિયા ૩૪.૯૦ લાખનો દારુ તો પકડાય છે.  તો ન પકડાતો દારુનો આંકડો કેટલો હશે ? ગુજરાતમાં દારુ પકડાવવાનાં આંકડા પરથી ગુજરાતમાં દારૂની રેલમછેલ છે તે સાબિત કરવાની કોઇ જરૂર જ રહેતી નથી.

23 arrested in liquor Party, including Groom and son of Pradeep Jain

વિધાનસભા ગૃહમાં દારુબંધીનાં કાયદાની પોલંપોલ ખુદ સરકાર દ્રારા આપવામા આવેલી માહિતી અને આંકડાએ જ ખોલી કાઢી છે. રાજ્યની રાજકીય રાજધાની ગાંધીનગર પણ આ મામલે કઇ કમ નથી. ગાંધીજીનાં નામ પર રાખવામા આવેલ નામ ગાંધીનગરમાં 10.54 કરોડનો દારુ ઝડપાયો છે. તો વલસાડમાં 24.92, વડોદરામાં 18.64, સુરતમાં 16.47 કરોડનો દારૂ પકડાયો હોવાની કબુલાત સરકાર દ્રારા જ કરવામાં આવી છે.

Liquor ગાંધીના ગજરાતમાં દારુનો દરિયો ! રોજનો 34.90 લાખની કિંમતનો દારૂ ઝડપાય છે !

આતો હતી વિદેશી દારુનાં વેપલાની વાત હવે જરા નજર કરીએ કન્ટ્રી મેઇડ દારુ એટલે કે દાશી દારુની વાત, તો ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 1.32 લાખથી વધુ દેશી દારૂ પકડાવાના કેસો નોંધવામા આવ્યા છે. 2 વર્ષમાં વિદેશી દારૂ પકડવાના 29989 કેસો સામે આવ્યા છે. મતલબ કે રોજના સરેરાશ 222 દારૂ પકડાવાના બનાવો સામે આવ્યા છે. દારૂ પકડાવાના સૌથી વધુ બનાવો સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 19689 બનાવો નોંધાયા છે. તો અમદાવાદમાં 2 વર્ષમાં કુલ 12428 બનાવો નોંધાયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.