ગીર સોમનાથ/ કેસર કેરી અને લીલા નાળીયેર સંકટમા, બગીચા ઓ પર સફેદ ઘેરાયું જીવાતનું સંકટ

લીલા નાળીયેરનો ગઢ મનાતા ગીર સોમનાથ જીલ્લા માં છેલ્લા બે વર્ષ થી કોરોના કાળ સાથે જ લીલા નાળીયેરના બગીચા ઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.

Gujarat Others
લીલા નાળીયેર

લીલા નાળીયેરનો ગઢ મનાતા ગીર સોમનાથ જીલ્લા માં છેલ્લા બે વર્ષ થી કોરોના કાળ સાથે જ લીલા નાળીયેરના બગીચા ઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.વ્યાપક દવા ઓ થી હવે લીલા નાળીયેર આરોગ્ય પ્રદ માનવું કે કેમ એ એક સવાલ ઊભો થયો છે.

છેલ્લા બે વર્ષ થી મહામારી એ લોકો ને ચિંતીત કર્યા હતા.તેની સાથે જ લીલા નાળીયેર માટે સાનુકુળ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં આરોગ્યપ્રદ મનાતા લીલા નાળીયેરમાં પણ મહારોગે સંકટ ઊભું કર્યું છે.સફેદ માખી નામના રોગે નાળીયેરના બગીચાઓને વીરાન કરી દીધા છે.

છેલ્લા બે વર્ષ થી ખેડુતો સફેદમાખી ના ઊપદ્રવ ને ભગાડવા ત્રણ માસે આખા બગીચા ઓ ને અતી ઝેરી દવાઓથી વ્યાપક છંટકાવ કરી રહ્યા છે અને પાક ને બચાવવા નો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે આરોગ્ય પ્રદ નાળીયેર મોટાભાગે દર્દી ઓને બીમારી સમયે પીવડાવવાનો તબીબો આગ્રહ કરતા હોય છે.પરંતુ  વ્યાપક ઝેરી દવાઓના છંટકાવ બાદ આ લીલું નાળીયેર કેટલું ફાયદો આપી શકે તે પણ લોકોમાં સવાલ ઊભો થયો છે.માટે તબીબો ની સલાહ બાદ જ આ નીળીયેર પીવું હીતકારી હવે થી લોકો માની રહ્યા છે.

તો લીલા નાળીયેર માં રોગ આવ્યા પહેલાં તેનો પાક સારો હતો.અને તેના ખેડુતો ને 10 થી 15રૂપીયા મળતા જ્યારે બજાર માં પહોચતાં 30 થી 40 રૂપીયા માં લોકો ને મળતાં પરંતુ પાક ઘટતાં હાલ ખેડુતો ને 20 રૂપીયા મળે છે.જ્યારે બજાર માં 80 થી 100 રૂપીયા પણ વેચાણ થઈ રહ્યા છે.સાથે દેશ ભર માં નીકાસ થતી હતી તે પણ આ રોગ ના કારણે વ્યાપક રીતે ઘટી છે.

આ પણ વાંચો :પેટ્રોલ-ડિઝલ બાદ સ્ટેશનરીની વસ્તુમાં 20 ટકા સુધીનો વધારો

આ પણ વાંચો :ચલથાણમાં યુવતીએ રણચંડી બનીને લૂંટારૂઓને ભગાડ્યા,લોહીલૂહાણ હાલતમાં…

આ પણ વાંચો :કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અમરેલીના પ્રવાસે, કહ્યું -સમાજના લોકોને…

આ પણ વાંચો :વીજ અછતને લઈને રાજ્ય સરકારનો નિર્ણય,એક દિવસનો ફરજીયાત વીજ કાપ