હવે શિક્ષણમાં લાલીયાવાડી નહીં ચલાવવામાં આવે તેવો સીધો સંદેશ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો હોય તેવી રીતે સરકારે જાહેરાત કરી દીધી છે કે, ધોરણ 10નાં બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજિયાત કરવામાં આવી છે. જી હા, શાળાએ ન જતા અને શાળા કરતા ક્લાસીસોમાં વધારે દેખાતા તમામ વિદ્યાર્થીને હવે 80 ટકા હાજરી શાળાએ આપવી ફરજીયાત થઇ ગઇ છે. અને આ કડકાઇનો અલમ પણ સરકાર દ્વારા આ વખતની બોર્ડની પરીક્ષાથી જ ચૂસ્ત રીતે કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : ધો 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર, આ વર્ષે વહેલી શરૂ થશે એક્ઝામ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની હાજરીની વિગત મંગાવવામાં આવી છે. જે વિદ્યાર્થીની શાળામાં 80 ટકા હાજરી નહીં હોય, તેવા તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા માટે જરૂરી હોલ ટિકીટ નહીં મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છેકે, ફેબ્રુઆરી માસના અંત સુધીમાં વિદ્યાર્થીઓને હોલ ટિકીટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020માં લેવાનારી બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, આ વખતે ધોરણ 10ની પરીક્ષા 5 માર્ચથી શરુ થશે, અને 17 માર્ચે પૂરી થઈ જશે. જ્યારે 12 સાયન્સની પરીક્ષા 5 માર્ચે શરુ થશે અને 16 માર્ચે પૂરી થઈ જશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5 તારીખે શરુ થશે અને 21 માર્ચે પૂરી થઈ જશે.
અંદાજે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આ વર્ષે બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા માટે 26 નવા કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે, ધોરણ 12 કોમર્સ માટે 10 નવા કેન્દ્ર મંજૂર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પરીક્ષા વહેલી હોવાથી પરિણામ પણ વહેલા આવી જવાની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
