જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં આ સમયે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીર અંતર્ગત પુલવામાનાં અવંતીપોરામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. નવી માહિતી અનુસાર સુરક્ષાદળો દ્વારા એક આતંકીને ઢાર કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાદળોને આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળ્યો છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
#UPDATE Kashmir Zone Police: 1 terrorist killed. Arms & ammunition recovered. Identity & affiliation being ascertained. Search continues https://t.co/d12UHkw1zL
— ANI (@ANI) January 7, 2020
આ પહેલા જમ્મુ-કાશ્મીરનાં કાવાડારામાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. કાવાડારા વિસ્તાર જુના શ્રીનગરમાં આવે છે. વળી, આ પહેલા પણ પાકિસ્તાન, એલઓસી પર સતત ફાયરિંગ અને મોર્ટાર દાગી રહ્યું છે. આતંકીઓએ શ્રીનગરનાં કાવાડારા ખાતે તૈનાત સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો, જે ટ્રાન્સફોર્મર જઇને વિસ્ફોટ થયો હતો, જોકે આ હુમલામાં સૈનિકો અથવા અન્ય કોઈને પણ નુકસાન થયું નથી.
દરમિયાન, એલઓસીમાં ઘૂસનારા ત્રણ આતંકવાદીઓની શોધમાં સેના અને પોલીસે સોમવારે સાતમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. નૌશેરાનાં દબ્બડ, પોઠા, ખેડી, દરાટ, મંગલાદેઈ વગેરે વિસ્તારોમાં સોમવારે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. સોમવારે નૌશેરાનાં દબ્બડ અને આજુબાજુનાં વિસ્તારોમાં ત્રણ આતંકવાદીઓ જોવા મળ્યા બાદ સેના અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ આતંકવાદીઓ પીવાના પાણીનાં બહાને બકકરવાલ પરિવારનાં ઘરે ઘુસી ગયા હતા. તેઓ સૈન્ય મથકો અને મુગલ માર્ગ વિશેની માહિતી માંગી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
