Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશનની યાદી બહાર પાડી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનું નામ પણ સામેલ હતું. ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કર્યું અને પોલીસ વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે રાજીનામું આપ્યા પછી પણ ગોપાલ ઈટાલિયાને પ્રમોશન આપવું ખોટું અને તથ્યહિન છે.
આ ટ્વીટમાં અમદાવાદ પોલીસે જણાવ્યુ હતુ કે અમુક સોશિયલ મીડીયામાં શ્રી ગોપાલ ઈટાલીયાએ સને 2015માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને 2024માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.જે તદ્નન ખોટા અને તથ્યહિન છે.
પ્રેસ નોટ
અમુક સોશયલ મીડીયામાં શ્રી ગોપાલ ઇટાલીયાએ સને ૨૦૧૫માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને ૨૦૨૪માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.જે તદ્ન ખોટા અને તથ્યહિન છે.
આ અંગે અમદાવાદ શહેર પોલીસની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે: pic.twitter.com/9feP71ZhFE— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 3, 2024
આ સાથે પોલીસે એક પ્રેસ નોટ પણ જાહેર કરી હતી. જેમાં આ નામોમાં તા.11/01/2012 સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોઇ અને ગોપાલ ઇટાલીયા સને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઇ, તે યાદીમાં તેમનું નામ છે. પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી. તેમ જણાવવામાં આવ્યુ હતું.
આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ
વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. pic.twitter.com/Av7xFkTlle
— Gopal Italia (@Gopal_Italia) September 3, 2024
આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજે એક યાદીમાં જણાવાયું હતું કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશનની યાદી ગઈકાલે જ જાહેર કરવામાં આવી હતી જેમાં ગોપાલ ઈટાલીયાનું નામ પણ શામેલ હોવાના કારણે પોલીસ ખાતામાં આશ્ચર્યનો માહોલ સર્જાયો છે.
વર્ષ-2015માં ગોપાલ ઈટાલીયાએ પોલીસ કોન્સ્ટેબલ તરીકે રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024ના પ્રમોશનના લિસ્ટમાં ગોપાલ ઈટાલીયાનું નામ આવતા પોલીસ વિભાગમાં ચાલી રહેલી લાલીયાવાડી સામે આવી છે. જો 2015માં રાજીનામું આપ્યા પછી પણ ગોપાલ ઈટાલીયાનું નામ પોલીસના ચોપડે ચાલુ હોય તો પ્રશ્ન એ છે કે, શું ગોપાલ ઈટાલીયાના નામે કોઈએ આટલા વર્ષો સુધી પગાર લીધો છે કે કેમ? અમદાવાદ પોલીસ સંયુક્ત કમિશનર દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટના ક્રમ નંબર :- 726 ઉપર ગોપાલ ઈટાલીયાનું નામ છે.
