Not Set/ પાંચ મહિનાથી કોરોના ના હતો, ભાજપે બહારથી લોકોને બોલાવી બંગાળમાં સંક્રમણ ફેલાવ્યું

મમતા બેનર્જીએ કહ્યું કે પાંચ મહિનાથી રાજયમાં  કોરોના નોહ્તો.  ભાજપે  લોકોને બહારથી બોલાવ્યા છે. તેમની કોરોના ટેસ્ટ કરાઈ નહીં. બહારથી જે આવે છે, તેનું પરીક્ષણ થવું જોઈએ. લોકો બહારથી આવી રહ્યા છે અને કોરોના ફેલાવી રહ્યા

Top Stories India
manav mandir 1 પાંચ મહિનાથી કોરોના ના હતો, ભાજપે બહારથી લોકોને બોલાવી બંગાળમાં સંક્રમણ ફેલાવ્યું

કોરોના રોગચાળાના પ્રકોપ વચ્ચે કમિશને બંગાળ ચૂંટણીના બાકીના તબક્કાઓ પર સર્વપક્ષીય બેઠક બોલાવી છે. અને રાજ્યમાં ચૂંટણી પ્રચારના સમય ગાળા ઉપર કાતર ચલાવી છે.  દરમિયાન, ટીએમસીના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભાજપ પર ફિટકાર વરસાવતા રાજ્યમાં કોરોના ફેલાવવાનો આરોપ લગાવ્યો.

નૌપાડામાં પાર્ટીની રેલીમાં મમતા બેનર્જીએ કહ્યું કે પાંચ મહિનાથી રાજયમાં  કોરોના નોહ્તો.  ભાજપે  લોકોને બહારથી બોલાવ્યા છે. તેમની કોરોના ટેસ્ટ કરાઈ નહીં. બહારથી જે આવે છે, તેનું પરીક્ષણ થવું જોઈએ. લોકો બહારથી આવી રહ્યા છે અને કોરોના ફેલાવી રહ્યા છે. જ્યારે આપણા લોકો મરી જશે, ત્યારે તેઓ આપણા પર દોષારોપણ કરશે.

ઉલ્લેખનીય  છે કે સર્વપક્ષીય બેઠક બાદ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બાકીના તબક્કાઓમાં પ્રચારનો સમયગાળો ઘટાડ્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણી પ્રચારનો સમય સાંજના સાત વાગ્યા સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી કોઈ ચૂંટણી પ્રચાર નહીં કરવામાં આવે.

તે જ રીતે, મતદાન પહેલા પ્રચાર પડઘમ બંધ કરવાનો સમયગાળો પણ 48 કલાકથી વધારીને 72 કલાક કરવામાં આવ્યો છે. એટલે કે, હવે આ અભિયાન મતદાનના ત્રણ દિવસ પહેલા બંધ થઈ જશે. બંગાળમાં કોરોના સંક્રમણ વધી જતા ચૂંટણી પંચે શુક્રવારે કોલકાતામાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંગાળ વિધાનસભાની ચૂંટણીના શનિવાર પછી બાકી રહેલા મતદાનના ત્રણ તબક્કામાં નવા નિયમો અમલમાં આવશે.