ઉત્તરપ્રદેશ/ CM યોગી આજે ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરશે, 20 લાખ મહિલાઓને મફત LPG કનેક્શન મળશે

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ની શરૂઆત સાથે, CM યોગી યોજનાના મહિલા લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે

Top Stories India
Untitled 286 CM યોગી આજે ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરશે, 20 લાખ મહિલાઓને મફત LPG કનેક્શન મળશે

  આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો બીજો તબક્કો ઉત્તર પ્રદેશમાં આજ થી શરુ  થશે . મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે  ઓપચારિક રીતે તેનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ની શરૂઆત સાથે, CM યોગી યોજનાના મહિલા લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. બીજા તબક્કામાં લગભગ 20 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.  મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટના રોજ દેશમાં ઉજ્જવલા યોજના 2.0 ની શરૂઆત કરી હતી. 

આ પણ વાંચો :નારાયણ રાણેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ તેમને તરત જામીન મળ્યા

ઉજ્જવલા 2.0 યોજનામાં,  સ્થળાંતરિત મજૂરો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે જે અગાઉ સરનામાના પુરાવાના અભાવે આ લાભથી વંચિત હતા. ઉજ્જવલા યોજના 1.0 હેઠળ રાજ્યમાં 01 કરોડ 47 લાખ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. આ સમગ્ર દેશમાં સૌથી વધુ મફત એલપીજી કનેક્શન છે.. પરંતુ આ વખતે સરકારે આ માટે ખાસ જોગવાઈ પણ કરી છે. જેમની પાસે સરનામાનો પુરાવો નથી તેઓ પણ ઉજ્જવલા યોજના 2.0 નો લાભ મેળવી શકશે.

આ પણ વાંચો : જન્માષ્ટમીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય,30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ

યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ એટલે કે એલપીજી કનેક્શન આપે છે. આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે. ઉજ્જવલા યોજના 2.0 હેઠળ, લાભાર્થીઓને વિનામૂલ્યે પ્રથમ રિફિલ આપવાની સાથે, ચૂલો પણ મફત આપવામાં આવશે. આ સિવાય, જો તમે ઘરથી ક્યાંક દૂર ભાડે રહો છો, અને તમારી પાસે કાયમી રહેઠાણ પ્રમાણપત્ર એટલે કે સરનામાંનો પુરાવો ન હોય તો પણ તમે આ યોજના હેઠળ ગેસ કનેક્શન પણ લઈ શકો છો.

આ પણ વાંચો :તાલિબાનની નવી સરકાર બનાવવાની તૈયારી, અમેરિકાને 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ ખાલી કરવા અલ્ટીમેટમ