કોંગ્રેસ પાર્ટીમાં આજથી રાહુલ ગાંધી યુગનો ઉદય થયો છે. રાહુલ ગાંધી શનિવારે દેશની ૧૩૨ વર્ષ જૂની અને સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ બન્યા છે. રાહુલના અધ્યક્ષ બન્યા બાદ કોંગેસના કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધીએ કોંગેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ સૌ પ્રથમ સંબોધન આપ્યું હતું. તેઓએ પોતાના પ્રથમ સંબોધનમાં ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા, “બીજેપી દેશમાં હિંસા ફેલાવી રહી છે” એવો આક્ષેપ કર્યો હતો.
રાહુલ ગાંધીએ તેમના પ્રથમ સંબોધનમાં જણાવ્યું,
કોંગ્રેસને ગ્રેંડ ઓલ્ડ અને યંગ પાર્ટી બનાવીશું.
બીજેપી દેશભરમાં આગ અને હિંસા ફેલાવી રહી છે.
તે લોકો જેને તોડે છે તેણે જોડીએ છીએ, તેઓ આગ લગાવે છે અમે તેણે હોલવવીએ છીએ.
બીજેપીને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે એકવાર આગ લગાવ્યા પાછી તેણે હોલવવી મુશ્કેલ છે.
કેટલાક નેતાઓ તેમની અંગત છાપ માટે કામ કરી રહ્યા છે.
આજે લોકોને દબાવવાની રાજનીતિ થઇ રહી છે.
રાજનીતિ લોકોની સેવા માટે હોય છે.
અમે હિન્દુસ્તાનના લોકોના અવાજની સુરક્ષા કરીશું.