થોડા દિવસો પેહલા જ સરકારે નવો નિયમ જાહેર કર્યો છે, જેમાં પોતાની પાસે ડ્રાઈવિંગ લાઈન્સસની હાર્ડકોપી પોતાની પાસે હોવી ફરજિયાતને ખતમ કરી દીધી છે.
આપણે ઘણીવાર ઘરેથી ગાડી લઈને બહાર જઈએ ત્યારે લાઈન્સસ આપણે ઘરે ભૂલી જતાં હોઈએ છે, અને જયારે ગાડી લઈને બહાર નીકળીએ ત્યારે રસ્તામાં પોલીસનો જવાન આપણું ચલાણ કાપીલે છે. આવા સમયે આપણે ખુબ જ હેરાન થઈ જઈએ છીએ. હવે આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. આવા સમયે પોલીસ આપણું ચાલાન નહિ કરે. થોડા દિવસો પેહલા જ સરકારે નવો નિયમ જાહેર કર્યો છે, જેમાં પોતાની પાસે ડ્રાઈવિંગ લાઈન્સસની હાર્ડકોપી પોતાની પાસે હોવી ફરજિયાતને ખતમ કરી દીધી છે. પરંતુ તમારી પાસે ડીએલની હાર્ડ કોપી નહિ હોય તો આવા સમયે શું કરવાનું. તમને વિસ્તારથી જણાવી દઈએ.
ડ્રાઈવિંગ લાઈન્સસની હાર્ડકોપી પોતાની પાસે નહિ હોય તો તમારી પાસે સોફ્ટ કોપી બતાવીને કામ ચલાવી શકાય છે. પરંતુ શરત એ છે કે, સોફ્ટ કોપી પોતાના ડીજીટલ લોકરમાં હોવી જોઈએ. અહી થઈ ટ્રાફિક પોલીસ તમારા ડ્રાઈવિંગ લાઈન્સસને વેરિફિકેશન કરી લેશે. ડીજીટલ લોકર પીએમ મોદીની મહત્વાકાંક્ષી ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમનો એક ભાગ છે.
કેવી રીતે બનાવશો ડીજીટલ લોકર.


ડીજીટલ લોકર બનાવવા માટે https://digitallocker.gov.in પર પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે. જેના માટે તમારે આધાર નંબરની જરૂર પડશે. સાઈટ પર સાઇનઅપ કરવા માટે આધાર નંબર માંગશે અને બે વિકલ્પ યુજરના વેરિફિકેશન માટે ઉપલબ્ધ રેહશે.

પહેલા ઓટીપી પર ક્લિક કરતા તમારો પાસવર્ડ આવશે. જો તમને બીજો વિકલ્પ એટલે કે, અંગુઠાનું નિશાન પસંદ કરશો તો એક પેજ ઓપન થશે.
જેમાં તમારી આંગળીઓના નિશાન પર પોતાના અંગુઠાનો નિશાન લગાવવાનું રેહશે. વેરીફાઈ થયાં પાછી તમે પોતાનું યુજર નામ અને પાસવર્ડ બનાઈ શકશો.
