Gujarat Local Body Election 2026/ ઋત્વિજ પટેલના વિવાદિત નિવેદનથી વિવાદ, પાર્ટીમાં આંતરિક તણાવ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પહેલા BJPમાં આંતરિક અસંતોષ વધ્યો. ઋત્વિજ પટેલ, ભગાભાઈ બારડ અને મિતેષ પટેલના વિવાદિત નિવેદનો બાદ રાજકીય વાતાવરણ ગરમાયું.

Top Stories Gujarat Breaking News
BJP

Gujarat Local Body Election 2026:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના છેલ્લા તબક્કામાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાન 26 એપ્રિલ 2026ના રોજ થવાનું છે અને પરિણામો 28 એપ્રિલે જાહેર થશે. આ દરમિયાન BJPના કેટલાક નેતાઓના આકરા અને વિવાદિત નિવેદનોને કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષ અને ડેમેજ કંટ્રોલની સ્થિતિ જોવા મળી રહી છે.

ઋત્વિજ પટેલનું વિવાદાસ્પદ નિવેદન

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રભારી ડો. ઋત્વિજ પટેલએ આકરા શબ્દોમાં કહ્યું કે, “ભાજપના જ વિભીષણોએ કોંગ્રેસને ઉમેદવારો આપ્યા છે. ઘરના વિભીષણોનો ચૂંટણી પછી હિસાબ થશે.”તેમણે આગળ કહ્યું, “કોઈ અમને છેડે તો અમે તેને છોડતા નથી. દુશ્મનને માફ કરાય પણ ગદ્દારને માફ ન કરાય.” આ નિવેદનમાં તેમણે પાર્ટીના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી પર પણ સીધું નિશાન સાધ્યું હતું.આ નિવેદન બાદ BJPમાં નારાજગી વધુ તીવ્ર બની છે અને પાર્ટી ઠેર-ઠેર ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે.

તેમણે આગળ કહ્યું, “કોઈ અમને છેડે તો અમે તેને છોડતા નથી. દુશ્મનને માફ કરાય પણ ગદ્દારને માફ ન કરાય.” આ નિવેદનમાં તેમણે પાર્ટીના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી પર પણ સીધું નિશાન સાધ્યું હતું.આ નિવેદન બાદ BJPમાં નારાજગી વધુ તીવ્ર બની છે અને પાર્ટી ઠેર-ઠેર ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે.ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ભગાભાઈ બારડ (ભગા બારડે)એ સુત્રાપાડા વિસ્તારના ગોરખમઢી ગામે યોજાયેલી જાહેર સભામાં પોતાના સમાજના લોકોને સંબોધતા કહ્યું હતું:“આ ચૂંટણીમાં જો કોઈએ BJPનો ભરોસો તોડ્યો, વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના બારણા કાયમ માટે બંધ થઈ જશે. એવા લોકોને હું નહીં સ્વીકારું કે જેમના કારણે મેં કોઈને ભરોસો આપ્યો છે.”

ભગાભાઈ બારડ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા. તેમનું આ નિવેદન પણ તેમના સમાજમાં વિશ્વાસ તોડનારાઓ સામે સખત ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે.આ બંને નિવેદનો આણંદના ભાજપ સાંસદ મિતેષ પટેલના વિવાદિત નિવેદન પછી આવ્યા છે. મિતેષ પટેલે આંકલાવ વિસ્તારમાં કહ્યું હતું કે, જો કોંગ્રેસ એક પણ બેઠક જીતશે તો તે વિસ્તારને એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં મળે. આ ત્રણેય ઘટનાઓએ BJPના પ્રચારમાં આક્રમકતા અને આંતરિક તણાવને ઉજાગર કર્યો છે.

ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વિતરણને લઈને અનેક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો છે. કોંગ્રેસ તરફથી પણ BJP પર ઉમેદવારોને પ્રલોભન અને ધમકી આપવાના આરોપો લાગ્યા છે. બંને પક્ષો વચ્ચે આકરા પ્રહારો ચાલી રહ્યા છે.વાઘોડિયા અને સુત્રાપાડા જેવા વિસ્તારોમાં આવા નિવેદનોને કારણે સ્થાનિક સ્તરે રાજકીય વાતાવરણ ગરમાયું છે.


આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર

આ પણ વાંચો : ભાણવડમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો! કોંગ્રેસના બે અગ્રણી કાર્યકરોની અટકાયત, ધરણાની ચીમકી

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ