Not Set/ ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનાં કારણે આજે પણ શાળા કોલેજોનાં દરવાજા બંધ રાખવાની ફરજ પડી છે. ત્યારે હવે સરકારે ધોરણ 10 અને ધોરણ 12 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવાનો નિર્ણય કર્યો હતો.

Top Stories Gujarat Others
  • ગુજ.બોર્ડનાં ધો.10-12નાં રિપિટરોની લેવાશે પરીક્ષા
  • ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન
  • ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાનો લેવાયો નિર્ણય
  • ધો.10-12નાં વિજ્ઞાન-સા.પ્ર.રિપિટરની લેવાશે પરીક્ષા
  • આગામી 15મી જૂલાઇથી લેવાશે પરીક્ષા15મી જૂલાઇથી રિપિટરની પરીક્ષા યોજાશે
  • ગુજ.બોર્ડ દ્વારા પરિપત્ર કરાયો જાહેર

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનાં કારણે આજે પણ શાળા કોલેજોનાં દરવાજા બંધ રાખવાની ફરજ પડી છે. ત્યારે હવે સરકારે ધોરણ 10 અને ધોરણ 12 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવાનો નિર્ણય કર્યો હતો. જે બાદથી ઘણા વાદ-વિવાદો ઉભા થઇ ગયા છે. આ વચ્ચે આજે ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાત બોર્ડનાં ધોરણ-10-12 નાં રિપિટરોની પરીક્ષા લેવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ / રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, મોટી સંખ્યામાં IAS ઓફિસરોની કરાઇ બદલી

  • ધો 10 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ ની અને સામાન્ય પ્રવાહ ના રિપીટર વિદ્યાર્થીઓ ની પરીક્ષા ની તારીખ જાહેર કરાઈ
  • કોરોન મહામારી ને લીધે આ પરીક્ષા મોકૂફ રખાઈ હતી
  • હાલ ઓછા સનક્રમન ની પરિસ્થિતિ ને ધ્યાને લઇ લેવાયો નિર્ણય
  • ધો.10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓ ની તા.15 જુલાઈ ગુરુવાર થી પરીક્ષા યોજાશે
  • પરીક્ષા નો વિગતવાર કાર્યક્રમ ટુક સમય માં જાહેર કરાશે

આપને જણાવી દઇએ કે, ધોરણ- 10 અને ધોરણ -12 નાં વિજ્ઞાન પ્રવાહની અને સામાન્ય પ્રવાહનાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈનાં ગુરુવારથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, કોરોના મહામારીનાં કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં દૈનિક આંકડામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી પરીક્ષાનું વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યુ નથી. જે જલ્દી જ જાહેર કરવામાં આવશે.

મહામારીમાં મોટી રાહત / છેલ્લા 24 કલાકમાં નવા કેસ 60,753 નોંધાયા, દેશમાં રિકવરી રેટ વધીને થયો 96.16%

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષથી કોરોનાવાયરસનાં કારણે શાળાઓ અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી તકલીફો પડી રહી છે. મહામારીનાં કારણે બાળકોને આજે ઘરે બેસીને શાળા કે કોલેજનું શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે.