Surat News/ સુરતમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે બે આરોપી ઝડપાયા

ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ બ્રિજ નીચે વાહન ચેંકિંગ ચાલી રહ્યું હતું

Surat Top Stories

Surat News : ઉત્તરાયણના તહેવારને પગલે સુરત પોલીસે વાહન ચેકિંગ રાખ્યું હતું. જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ બ્રિજ નીચે વાહન ચેંકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે રોયલ એન્ફિલ્ડ બુલેટ પર જઈ રહેલા બે શખ્સોને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે તપાસ કરતા શુભમ શ્યામબિહારી તિવારી (24) તથા પ્રેમ રાજકિશોર પાઠક પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. જે પોલીસે કબજે કરી હતી.બન્ને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહે છે. આરોપી શુભમ મુળ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે.

જ્યારે પ્રેમ પાઠક વારાણસીનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.25,000 ની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ, રૂ.1,50,000 ની કિંમતનું બુલેટ અને બે મોબાઈલ મળીને કુલ રૂ. 1,95,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી આ પિસ્ટલ ક્યાંથી લાવ્યા અને કોઈ ગુનામાં તેનો ઉપયોદ કર્યો છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડા દૂધ સહકારી મંડળી કબ્જે કરવા BJPની રણનીતિ, મધ્ય ગુજ.ના સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા, ત્રણ સહકારી ડિરેક્ટર્સ જોડાયા ભાજપમાં, જુવાનસિંહ

આ પણ વાંચો: બનાસકાંઠા વિભાજન: લોકોની સુવિધા વધે અને વધુ લાભ માટે સહકારી સંસ્થાઓના વિભાજનની માંગ

આ પણ વાંચો: ગુજરાતની સહકારી મંડળીઓને એનસીડીસીની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો