બદલી/ રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, મોટી સંખ્યામાં IAS ઓફિસરોની કરાઇ બદલી

રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. આ વચ્ચે રાજ્યનાં વહીવટી તંત્રને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

Top Stories Gujarat Others
  • રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર
  • 77 IAS ઓફિસરોની કરાઇ બદલી
  • અનેક કલેકટરો બદલાયા
  • અનેક ડીડીઓની પણ કરાઇ બદલી
  • સુરત કલેકટર ધવલ પટેલની ગુડાનાં CEO તરીકે બદલી
  • અંજુ શર્માની રોજગાર વિભાગની બદલી

રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. આ વચ્ચે રાજ્યનાં વહીવટી તંત્રને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફરા થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, 77 IAS ઓફિસરોની બદલી કરવામાં આવી છે.

મોક ડ્રીલથી મોત? / પારસ હોસ્પિટલ મામલે તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસો, ઓક્સિજન મોકડ્રીલથી નહોતુ થયુ 22 લોકોનું મોત

https://twitter.com/mantavyanews/status/1406145604992962561?s=20

આપને જણાવી દઇએ કે, મંતવ્ય ન્યૂઝે આ પહેલા જે સંકેત આપ્યા હતા તે મુજબ ગુજરાત રાજ્યનાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થયો છે. રાજ્યમાં 77 IAS ઓફિસરોની બદલી કરવામાં આવી છે. જેમા અનેક કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. વળી મોટી સંખ્યામાં DDO ની પણ બદલી કરવામાં આવી છે. ગત સપ્તાહે મંતવ્ય ન્યૂઝે સંકેત આપ્યા હતા કે વદીવટી તંત્રમાં બદલીનો વધુ એક રાઉન્ડ આવશે. જેવુ આજે થયુ છે.

મહામારીમાં મોટી રાહત / છેલ્લા 24 કલાકમાં નવા કેસ 60,753 નોંધાયા, દેશમાં રિકવરી રેટ વધીને થયો 96.16%

નીચે આપેલી લીંક પર ક્લિંક કરી જાણો રાજ્યનાં વહીવટી તંત્રમાં કયા 77 IAS ની કરાઈ બદલી…

IAS Transfer Notification Date_19-06-2021 

આ બદલીનાં ફેરફરો ગઇ કાલે અપેક્ષિત હતા. પરંતુ ગઇકાલે ક્લીયરન્સ ન મળ્યુ હોવાના કારણે આજે બપોરે આ ઓર્ડરો થયા છે. એક સાથે 77 IAS ઓફિસરોની બદલીથી ઘણા લોકો ચોંકી પણ ગયા છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ મોટી સંખ્યામાં ઓફિસરોની બદલી થઇ હતી. જો કે ગત ઓર્ડરોમાં જે યિનિયર અધિકારીઓની બદલી નહોતી થઇ તેમની પણ આ બીજા રાઉન્ડમાં બદલી કરી દેવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…