Not Set/ નરેન્દ્ર મોદીનાં શપથ પહેલા સેન્સેક્સમાં જોવા મળી 330 અંકોની તેજી

આજે સાંજે વડાપ્રધાન મોદીની સરકારનાં બીજા કાર્યકાળનાં શપથ ગ્રહણ પહેલા ગુરુવારે દેશનું શેર બજાર જબરદસ્ત ઉછાળ સાથે બંધ થયુ હતુ. મુંબઈનાં શેર બજારની વાત કરીએ તો અહી શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. BSEનો સેન્સેક્સ 330 અંકોનાં ઉછાળ સાથે 39,831 પર બંધ થયો હતો. વળી નિફ્ટીની વાત કરીએ તો તે 85 અંકોનાં ઉછાળ સાથે 11,945.90 […]

Top Stories Business

આજે સાંજે વડાપ્રધાન મોદીની સરકારનાં બીજા કાર્યકાળનાં શપથ ગ્રહણ પહેલા ગુરુવારે દેશનું શેર બજાર જબરદસ્ત ઉછાળ સાથે બંધ થયુ હતુ. મુંબઈનાં શેર બજારની વાત કરીએ તો અહી શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. BSEનો સેન્સેક્સ 330 અંકોનાં ઉછાળ સાથે 39,831 પર બંધ થયો હતો. વળી નિફ્ટીની વાત કરીએ તો તે 85 અંકોનાં ઉછાળ સાથે 11,945.90 પર બંધ થયુ હતુ.

આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 248 અંકથી ટૂટીને 39.502.05 પર બંધ થયુ તો નિફ્ટી 67.65 અંકોનાં ઘટાડા સાથે 11.861.10 અંક પર બંધ થયું હતું. પરંતુ આજે ગુરુવારે શેર બજાર મજબૂતી સાથે ખુલ્યુ હતુ. સેન્સેક્સ 78.23 પોઇન્ટ વધીને 39,580.28 થયો હતો, જ્યારે નિફ્ટી 4.2 પોઈન્ટ વધીને 11,865.30 પર ખૂલ્યો હતો. BSEનાં 30 શેરનાં ઇન્ડેક્સનાં આધારે સેન્સેક્સ સવારે 9.38 વાગ્યે 72.75 પોઈન્ટ વધીને 39574.80 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ), 50 શેરનાં આધારે નિફ્ટીએ પણ લગભગ તે જ સમયે 15.00 પોઈન્ટ મેળવીને 11,876.10 નો વધારો કર્યો હતો.