Jamnagar News/ જામનગરમાં ગણેશ મહોત્સવમાં 15,551 લાડુનો પ્રસાદ અર્પણ કરી નવો રેકોર્ડ સ્થપાશે

જામનગરના કૃષ્ણનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આજે રવિવારે એક નવો રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે. મંડળ દ્વારા ગણપતિ બાપાને

Gujarat

Jamnagar News: જામનગરના (Jamnagar) કૃષ્ણનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં (Ganesh mahotsav) આજે રવિવારે એક નવો રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે. મંડળ દ્વારા ગણપતિ બાપાને પ્રિય મોદક એટલે કે લાડુનો 15,551 નો પ્રસાદ અર્પણ કરવામાં આવશે. આ પ્રસાદ તૈયાર કરવા માટે ગઈકાલે શનિવારે અગિયારસના દિવસે કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે રવિવારે ગણપતિ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.

આ વિશે મુખ્ય આયોજક ધર્મરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ પ્રસાદમાં 525 કિલો ભૈડકુ, 10 કિલો દેશી ઘી, 30 કિલો તેલ, 250 કિલો ગોળ, બે કિલો જાયફળ, 10 કિલો સૂકો મેવો સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસાદમાંથી 4000 લાડુ ગાયોને ખવડાવવામાં આવશે અને બાકીના લાડુ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં 200 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓએ મળીને લાડુ બનાવવાનું કામ હાથ ધર્યું છે. આ મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

આ પ્રસંગે ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંડળના સભ્યોના આ પ્રયાસને બિરદાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે, આ મિત્ર મંડળ દ્વારા માત્ર ગણપતિ બાપાના ચરણોમાં જ નહીં પરંતુ જીવ સૃષ્ટિના કલ્યાણ માટે પણ લાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં માતૃશક્તિ દ્વારા લાડુની પ્રસાદી તૈયાર થઈ રહી હોવાથી તેમણે આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો હોવા બદલ જય અંબે મિત્ર મંડળનો આભાર માન્યો હતો.

આમ, જામનગરના કૃષ્ણનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં 15,551 લાડુનો પ્રસાદ બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં માનવતા અને જીવદયાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધારાસભ્ય રિવાબા સાથેના વિવાદ અંગે સાંસદ પૂનમબેન માડમે આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ચેન્નાઇ સુપર કિંગ્સની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો શું કહ્યું રિવાબા જાડેજાએ

આ પણ વાંચો:મેયર બીનાબેનના પરિવારજનોની માંગ, રિવાબા શબ્દો પાછા ખેંચે…