New Delhi/ મહિલાઓમાં કેન્સરનું જોખમ ઘટશે, કેન્દ્રીય મંત્રીએ કરી મોટી જાહેરાત

ભારતમાં મહિલાઓને અસર કરતી કેન્સર સામે એક મહત્વપૂર્ણ રસી આગામી 5 થી 6 મહિનામાં ઉપલબ્ધ થઈ શકે છે. કેન્દ્રીયમંત્રી પ્રતાપરાવ જાધવે મંગળવારે આ માહિતી આપી. આ રસીથી 9 થી 16 વર્ષની છોકરીઓને ફાયદો થશે.

Top Stories India Breaking News

New Delhi : કેન્સર વૈશ્વિક સ્તરે એક ગંભીર આરોગ્ય ચિંતાનો વિષય રહ્યો છે. દર વર્ષે લાખો લોકો આ રોગને કારણે મૃત્યુ પામે છે. વર્ષ 2023ના ડેટા અનુસાર વિશ્વભરમાં કેન્સરને કારણે લગભગ 9.6 થી 10 મિલિયન (96 લાખથી 1 કરોડ) લોકો મૃત્યુ પામ્યા છે. સર્વાઇકલ કેન્સર, મહિલાઓમાં વૈશ્વિક સ્તરે ઝડપથી કેન્સર થાય છે, કારણ કે દરેક વર્ષ લાખો મહિલાઓની મોત થાય છે.

ભારતમાં સર્વલાઈકલ કેન્સર 18.3% (123,907 કેસ)ની દર સાથે ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે. રિપોર્ટ અનુસાર 9.1% ની મૃત્યુ દર સાથે સ્ત્રીઓમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ પણ છે. ભારતમાં મહિલાઓને અસર કરતા કેન્સર સામે એક મહત્વપૂર્ણ રસી આગામી 5 થી 6 મહિનામાં ઉપલબ્ધ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે મંગળવારે આ માહિતી આપી. આ રસીથી 9 થી 16 વર્ષની છોકરીઓને ફાયદો થશે. આ કેન્સરની રસી મહિલાઓ માટે એક મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે. આ પગલું ફક્ત રોગને રોકવામાં મદદ કરશે નહીં, પરંતુ આરોગ્ય સેવાઓને પણ મજબૂત બનાવશે. જો બધું આયોજન મુજબ પાર પડશે, તો આ રસી આગામી મહિનાઓમાં લાખો મહિલાઓના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મહિલાઓની નિયમિત તપાસ કરવામાં આવશે

  • ૩૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની સરકારી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે.
  • ડે કેર કેન્સર સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે જેથી કેન્સરનું વહેલું નિદાન થઈ શકે.
  • કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી છે, જેથી દર્દીઓને સસ્તી દવાઓ મળી શકે.

કયા કેન્સરથી તમને રક્ષણ મળશે ?

  • આ રસી સ્તન કેન્સર, મૌખિક કેન્સર અને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ પૂરું પાડશે.
  • સરકાર આયુષ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે અને હોસ્પિટલોમાં આયુષ વિભાગો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
  • દેશમાં 12,500 થી વધુ આરોગ્ય કેન્દ્રો છે અને સરકાર તેમને વધારવાની યોજના બનાવી રહી છે.

આરોગ્ય, પરિવાર કલ્યાણ અને આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે, આ રસી પર સંશોધન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને તેનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે . તેમણે કહ્યું, “દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને કેન્દ્ર સરકાર આ સમસ્યાને દૂર કરવા માટે પગલાં લઈ રહી છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જો તમે કેન્સરથી બચવા ઈચ્છો છો તો આજથી જ આ આદતો બદલો, જાણો તમારી લાઈફસ્ટાઈલમાં શું ફેરફાર કરવા જોઈએ 

આ પણ વાંચો: એપલ વોચ પહેરનારાઓ સાવધાન!:બેન્ડ પર મળી આવ્યા ખતરનાક કેમિકલ, કિડનીથી લઈને કેન્સર સુધીની સમસ્યાઓ થઈ શકે છે

આ પણ વાંચો: કેન્સરનું કોને સૌથી વધુ જોખમ? પુરૂષ કે સ્ત્રી; ભૂલકાઓ પણ બાકાત નહીં