Palanpur News : પાલનપુર તાલુકાના ગઢ ગામે આવેલ જી આર ગામી પ્રાથમિક શાળામાં શિક્ષકે ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને લેસન ન લાવતા લાકડાના પાટીયા વડે માર માર્યો હતો. જેને કારણે વિદ્યાર્થીનાં પગ પર કાળા જામાં પડી ગયા હતા. જોકે બાળક ઘરે આવ્યા બાદ તેના પરિવારજનોને ખબર પડતાં તેની હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હતા. બાદમાં બાળકના પિતાએ ગઢ પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાથમિક શાળાઓમાં ઘણીવાર વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે ગઢ ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને લાકડા વડે માર માર્યો હોય તેવી ઘટના સામે આવી છે જે મામલે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ હાથ ધરાઈ છે..પાલનપુર તાલુકાના ગઢ ગામના સરપંચ ગીતાબેન બેચરભાઈ ભુટકા નો નવ વર્ષનો દીકરો જય ગઢ કેળવણી મંડળ સંચાલિત જી આર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણ. માં અભ્યાસ કરે છે જે શનિવારે સ્કૂલમાં ગયો હતો અને બપોરે 1:00 વાગ્યે ઘરે પરત આવ્યો હતો.
વિદ્યાર્થીએ તેની માતાને કહ્યું કે તે લેસન લઈને ગયો ન હતો જેના કારણે ગણિતના શિક્ષક પાર્થ પરમારે લાકડાના પાટીયા વડે પગના સાથલ ના ભાગે તેને માર માર્યો હતો ઉપરાંત લેસન નહિ લાવેતો વધારે માર મારવાના આવશે તેવી ધમકી આપી હતી. આથી વિદ્યાર્થીના માતા પિતાએ તેના પગ જોતા ત્યાં ત્રણ કાળા જામાં પડી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. લેસન ન લઈ જતા શિક્ષકના માર મારવાના પગલે વિદ્યાર્થીના પિતાએ તેને દવાખાને લઈ જઈને પ્રાથમિક સારવાર કરાવી ગઢ પોલીસ મથકે શિક્ષક પાર્થ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.
વિદ્યાર્થીના પિતાએ શાળાના સંચાલકો તેમજ શિક્ષકો સામે આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વારંવાર આવી ઘટનાઓ બને છે. વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે પરંતુ કોઈ દરકાર કરવામાં આવતી નથી. શાળાના ટ્રસ્ટીઓ દ્વારા પણ શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી અગાઉ પણ મારા દીકરાને સ્કૂલમાં પડી જવાથી વાગ્યું હતું પરંતુ સ્કૂલના સંચાલકો કે શિક્ષકો દ્વારા સારવાર કરાવવામાં આવી ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
અત્યારે તો આ મામલે વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગ કરી છે. ગઢ ગામે આવેલી જી આર ગામી પ્રાથમિક શાળાની ઘટનાને પગલે શાળાના પ્રિન્સિપાલ નું કહેવું છે કે છે કે શાળામાં વિદ્યાર્થીને જે માર મારવામાં આવ્યો છે તેને લઈને શાળા દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીને શનિવારના દિવસે માર મારવામાં આવ્યો હતો તે વિદ્યાર્થી સોમવારે પણ સ્કૂલ આવ્યો હતો. પરંતુ આવી કોઈ ઘટનાની જાણ થઈ નથી.
વિદ્યાર્થીના પિતા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વાત થઈ શકી નહોતી. આ મામલાને લઈને સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ વિદ્યાર્થી સાથે શિક્ષક નાની સોટી વડે મજાક મસ્તી કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે. જોકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે અને શિક્ષક જો કસૂરવાર દેખાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ગઢ ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારવાના મામલે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદને લઇ ગઢ પીઆઈ કે એમ વસાવા એ કહ્યું હતું કે વિદ્યાર્થીને માર મામલે સીસીટીવી ફૂટેજ જોતા વિદ્યાર્થીને ફૂટ પટ્ટી થી માર મરાયો છે.. તમામ જે સીસીટીવી ફૂટેજ છે તે કબજે લઈ અને વિદ્યાર્થીને જે માર મરાયો છે તેને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે જે કોઈ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.
આ પણ વાંચો: ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને મળશે આજથી હોલ ટિકિટ,શિક્ષણ બોર્ડે આપી જાણકારી
આ પણ વાંચો: જામિયા યુનિવર્સિટી ફરી વિવાદમાં! તોડફોડના આરોપો અંગે વિદ્યાર્થીઓનો જવાબ – જો આરોપ સાચા હોય તો CCTV બતાવો
આ પણ વાંચો: બ્રેમ્પ્ટનમાં ભયાનક અકસ્માત, કુલ 3 ભારતીય વિદ્યાર્થીઓનું દુઃખદ અવસાન, તેમાંથી 2 તો ગુજરાતી
