અમદાવાદમાં એક પછી એક આપઘાતની ઘટના બની રહી છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસીડેન્ટ તબીબે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે જે બાદ ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :સતલાસણા હાઈવે પર બાઈકને બચાવવા જતાં કાર કુવામાં ખાબકી, બે લોકોના મોત
આ મામલે મળતી માહિતી અનુસાર, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ કિડની હોસ્પિટલમાં કામ કરતા 28 વર્ષીય ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ડોક્ટરે હોસ્ટેલમાં જ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, હાલમાં આ ડોકટરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ ICU માં તેને દાખલ કરાયો છે. સિનિયર રેસીડેન્ટ ડો. ચિરાગ ચૌધરીએ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્ટેલમાં ઓહાપોહ મચી ગયો છે.
આપને જણાવી દઇએ કે, હજુ સુધી ડોક્ટરના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાશે ત્યારે જ ડૉક્ટરના આપઘાત પાછળની વાસ્તવિકતા જાણી શકાશે.
આ પણ વાંચો : રાજ્યમાં આજથી ધોરણ 9થી 12ની પ્રથમ કસોટીનો પ્રારંભ કરાયો
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાવનગરની એક હોસ્પિટલમાં કોઈ કારણોસર એક નર્સે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલા નર્સે એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે લગ્ન નથી કરવાં એટ્લે આ પગલું ભરું છું, લવ યુ મમ્મી… લવ યુ પપ્પા. જ્યારે બીજી તરફ હોસ્પિટલ માં નર્સિંગ સ્ટાફ ની યુવતીના આપઘાતને પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને તેમજ પોલીસે યુવતી નો ફોન તથા અન્ય વસ્તુઓ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : દરેક આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં મદદરૂપ બન્યા છે : CM ભૂપેન્દ્રભાઇ પટેલ
આ પણ વાંચો : ઈદે-મિલાદની ઉજવણીમાં છૂટછાટ,15 વ્યક્તિઓ અને એક વાહન થઇ શકશે સામેલ
આ પણ વાંચો :28 ઓક્ટોબરથી પાંચ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે આ કારણોથી કરાયું બંધ
