Jamnagar News/ વેપારી સાથે રૂ. 16.51 લાખની છેતરપિંડી, 3 આરોપી પકડાયા, 1 ફરાર

ડીહાઈડ્રેડ ઓનિયનનો જથ્થો મંગાવીને રાજસ્થાન- ભાવનગર અને જામનગરના 3 શખ્સોએ નાણાં ચુકવવામાં હાથ ખંખેર્યા, પોલીસે છેતરપિંડી કરનાર 3ની ધરપક઼ડ કરી અને 1 ફરાર જાહેર કર્યો.

Gujarat Top Stories Others Breaking News

Jamnagar News : જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકીનો શિકાર થયો. રાજસ્થાનની પેઢીના નામે રૂપિયા 16.51 લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ નાણાં ચૂકવવા માટે હાથ ખંખેરી લેવા અંગે રાજસ્થાન, ભાવનગર અને જામનગરના 3 શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે કેસની તપાસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે રાજસ્થાની શખ્સ ફરાર હોવાથી પોલીસ તેને શોધખોળ કરી છે.

મળતી માહિતી મુજબ, જામનગરમાં બ્રુક બોન્ડ ગ્રાઉન્ડની સામે આવેલી ઓશિયાનિક ફુડ લિમિટેડ નામની કંપની કે જેમાં જયદીપભાઇ મહેન્દ્રભાઈ ભૂત સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે વર્ષોથી નોકરી કરે છે. જેણે જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં રાજસ્થાનના રવિ કુમાર નાઈ, જામનગરના રાહુલ ગાગિયા અને ભાવનગરના નિકુંજ ગોસ્વામી સામે રૂપિયા 16,51,640 ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ગત જાન્યુઆરી માસમાં ફરિયાદીની પેઢીમાંથી વોટ્સએપ કોલિંગના માધ્યમથી ડીહાઈડ્રેડ ઓનિયનની ખરીદી કરી હતી, અને 10.5 હજાર કિલોગ્રામ જેટલું ઓનિયન ખરીદ કર્યા પછી તેની 16 લાખ 51 હજારની રકમનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી નાણાના અભાવે પરત થયો હતો. ત્યારબાદ રકમની માંગણી કરવા જતાં ત્રણેયએ પોતાના મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાથી રાજસ્થાન સુધી વેપારી દ્વારા તપાસ કરી લેવામાં આવી હતી, પરંતુ આરોપી અથવા તેની પેઢીનો કોઈ પત્તો સાંપડ્યો ન હોવાથી આખરે આ પોલીસ ફરિયાદ નોંધાવમાં આવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI આઇ એ ધાસુરા અને તેની ટીમ આરોપીઓનું પગેરું દબાવવામાં આવ્યું હતું અને તપાસનો દોર રાજસ્થાન તેમજ ભાવનગર, મહુવા સુધી લંબાવ્યો હતો. તપાસ દરમિયાન રાહુલભાઈ ફોગાભાઈ ગાગીયા (રે. મોડપર તાલુકો લાલપુર, જામનગર), મહુવાના નિકુંજ રાજુભાઈ ગોસ્વામી અને વિજય રામજીભાઈ પરમારને  ઝડપી પાડ્યા હતા. કારણ કે પોલીસ તપાસમાં વિજય પરમારની પણ  સંડોવણી  ખોલવા પામી હતી.

પોલીસે ત્રણેની ધરપકડ કરીને બુધવાર સુધી તેમના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે આ કેસનો અન્ય એક આરોપી રવિ કુમાર નાઈ (રાજસ્થાન) ફરાર હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં તેમણે છેતરપિંડી કરીને ખરીદેલો માલસામાન અલગ અલગ જગ્યાએ વેચી માર્યો છે. આથી પોલીસે આ માલ સામાન કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

@ સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…

આ પણ વાંચો:સાબરકાંઠાની લીમડા પ્રાથમિક શાળામાં શિક્ષિકાના વિરોધમાં બાળકો નથી જઈ રહ્યાં શાળાએ

આ પણ વાંચો:સાબરકાંઠામાં ધામધૂમથી ઉજવાઈ મારંગ ગોમના જયપાલ સિંહ મુંડાની જન્મજયંતિ